પુનિતનગરમાં છરી ઝીંકી યુવક ઉપર ઘાતકી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-21 19:00:02
  • Views : 168
  • Modified Date : 2024-10-21 19:00:02

જામનગરના ગાંધીનગર પુનિતનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ અંગેના પ્રકરણમાં આરોપીની પત્ની સામે ફરિયાદી યુવાન કતરાઈને જુએ છે, તેવો શક-વહેમ રાખીને હુમલો કરી પગની નસ કાપી નાખ્યાની તેમજ ફેફસામાં નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.સિટી બી વિવિઝન પોલીસ મથકેથી ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરીયાદી મહેન્દ્રસિંહ હરિસિંહ જાડેજા નામના 55 વર્ષના પ્રૌઢે પોતાના પુત્ર મયુરસિંહ જાડેજા ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી પગની નસ કાપી નાખવા અંગે તેમજ ફેફસામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચાડવા અંગે પુનિતનગર વિસ્તારમાં જ રહેતા મયુરસિંહ સજુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવાયા અનુસાર ઈજા પામનાર યુવાન મયુરસિંહ કે જે આરોપી મયુરસિંહ સજુભા જાડેજાની પત્ની સામે કતરાઈને જુએ છે એવી શંકા અને વહેમ રાખીને આરોપીએ આ હુમલો કર્યો હતો. જેમાં યુવાનની પગની નસ કપાઈ છે. તેમજ ફેફસામાં ગંભીર પણ ઈજા થઇ હતી. હાલ યુવાન જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેની હાલત નાજુક ગણાવાઈ રહી છે. 

Download Our B K News Today App



Related News