દિયોદર પંથકમાં એસએસએ ગ્રાન્ટ અંતર્ગત સ્કૂલ રીપેરિંગ કામોમાં છેડે ચોક ભ્રષ્ટ્રાચાર આચર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 11:55:31
  • Views : 571
  • Modified Date : 2019-06-08 11:55:31

દિયોદર પંથકમાં આવેલ ફ્લડ અંતર્ગત સ્કૂલ રીપેરિંગ કામોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવેલ જે રકમનો વાસ્તવિક સ્થળ ઉપર કેટલો ઉપયોગ થયો તે ચર્ચાસ્પદ બનવા પામેલ છે. જિલ્લા સ્કૂલ રીપેરિંગના નામે કરોડો ખર્ચાયા છતાં શાળાઓની સ્થતિ નાજુક હોવાનું બહાર આવેલ. કામોમાં કરોડોની ગ્રાન્ટ અટવાઈ હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સર્વશિક્ષા અભિયાન યોજના અંતર્ગત વર્ષ ર૦૧૭-૧૮ માં ફ્લડ અંતર્ગત મેજર સ્કૂલ
રીપેરિંગ અને રેટ્રોફીટીંગના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાયેલ જેમાં ભારે ધુપ્પલબાજી ચાલી હોવાનું સંભળાય છે.
દિયોદર તાલુકામાં અનેક શાળાઓમાં સર્વે મુજબની રકમના બદલે મનફાવે તેમ રકમ ચુકવાયેલ હોવાનું સભળાયેલ છે. મંજૂર કરતાં ઓછા ચુકવવાનું કે વધુ ચુકવવાનું કયા નિયમોને આધિન થવા પામેલ હશે ?  રાજ્યકક્ષાના એન્જીનિયરો દ્વારા ગામે ગામ શાળાઓની મુલાકાત લઈ સર્વે કરી માપ લઈ તે પ્રમાણે એસ્ટીમેન્ટ બનાવવામાં આવેલ છતાં તેની જગ્યાએ કેટલાંક અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોએ સેટીંગ કરી જાણે કે મનફાવે તેમ કામો કરી એસ્ટીમેન્ટના છેદ ઉડાડી શાળાઓમાં રીપેરિંગ બતાવી રકમો ચુકવાયેલ હોવાનું ચર્ચાસ્પદ થવા પામેલ છે. શું
એન્જીનિયરો દ્વારા ખોટું સર્વે કરાયું હશે ? કે તેમાં ફેરફાર કરવાની જરૂરત પડી કે પછી કોઈ શાળામાં આચાર્ય ખોટું ચલાવી લેતા નહીં હોઈ ચલાવવા વાળાને ત્યાં કામ વધુ કરવામાં આવ્યું..? જેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામેલ છે. એજન્સીઓએ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ લઈ ટી.આર.પી.ના આશીર્વાદ મેળવી, કહેવાય છે કે કામો બે ત્રણ  વાયા પેટા કોન્ટ્રાક્ટરોના હવાલે કામ કરી હલકી કક્ષાના કામો કરી ભારે ગેરરીતિઓ આચરી હોવાનું ફલિત થઈ રહ્યું છે કારણકે તાલુકાની અમુક શાળાઓના રીપેરિંગમાં પતરા હલકા તેમજ પ્લાસ્ટર, દીવાલો ઉપર તિરાડો પડી ગયેલી છે. જે તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આ ભ્રષ્ટ્રાચારીઓ શાળાના
પ્રિÂન્સપાલ હોય કે પછી કોઇ ચમરબંધી અધિકારીઓ કેમ ના હોય તેઓની કામગીરીની
તપાસ સમીક્ષા કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જાઈએ. 

Download Our B K News Today App



Related News