મોદીના માતાને બ્રિટિશ શીખ સંગઠનની અપીલ, 'હીરાબા, તમારા પુત્રને કહો કિસાન આંદોલનકારીઓની માતાને બદનામ કરાતી રોકે'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 15:50:38
  • Views : 398
  • Modified Date : 2020-12-19 15:52:35

    બ્રિટનના બ્રેડફોર્ડ શહેરમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતા શીખ સંગઠન બ્રિટિશ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એસોસિએશન ઓફ શીખ્સ (BECAS)એ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કિસાન/મઝદૂર આંદોલનને લઈને અમુક લોકો દ્વારા પંજાબની માતાઓને બદનામ કરવામાં આવે છે, આવું ન થવું જોઈએ અને હીરાબાએ આ માટે તેમના પુત્ર નરેન્દ્ર મોદી સાથે વાત કરવી જોઈએ. પત્ર લખવા પાછળનો હેતુ શું છે તે જાણ્યું હતું. ત્રિલોચન સિંહે જણાવ્યું કે, આંદોલન અંગે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમુક મહિલાઓ પંજાબની માતાઓ વિષે દુષ્પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌત પંજાબની માતાઓ વિષે ખરાબ શબ્દ પ્રયોગ કરે છે. આવું ન થવું જોઈએ.

 આદરણીય હીરાબેન જી,
ખેદ સાથે અમે તમને અપીલ કરીએ છીએ કે આપ આપના પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરો. તમે શ્રી મોદીજીના આદરણીય માતા છો તેવી જ રીતે તમામ માતાઓનું સન્માન થવું જોઈએ. ભારતના દરેક રાજ્યની માતાઓ સમાન રીતે આદરણીય છે અને દરેક પરિવારમાં માતાનો વિશેષ દરજ્જો હોય છે. BJPનું સમર્થન કરતી અમુક એક્ટ્રેસ કૃષિ બીલને નાબુદ કરવાની માંગણી કરતા કિસાન/મઝદૂર આંદોલનમાં જોડાયેલી પંજાબની માતાઓને બદનામ કરી રહી છે.અમે શ્રી નરેન્દ્ર મોદીજીને અને તેમની સરકારને વિનતી કરીએ છીએ કે પંજાબની માતાઓ વિષે ખરાબ ભાષાનો પ્રયોગ કરનારા તેમના સમર્થકોને રોકે અને તેમની સામે યોગ્ય પગલાં ભરે. અમને આશા છે કે દેશની માતાઓ અને બહેનોનો આદર કરવાની ભારર્તીય પરંપરા જળવાઈ રહે તે માટે આપ તમામ શક્ય પ્રયત્ન કરશો.



    અમે શ્રી નરેન્દ્ર મોદીજીને અને તેમની સરકારને વિનતી કરીએ છીએ કે પંજાબની માતાઓ વિષે ખરાબ ભાષાનો પ્રયોગ કરનારા તેમના સમર્થકોને રોકે અને તેમની સામે યોગ્ય પગલાં ભરે. અમને આશા છે કે દેશની માતાઓ અને બહેનોનો આદર કરવાની ભારર્તીય પરંપરા જળવાઈ રહે તે માટે આપ તમામ શક્ય પ્રયત્ન કરશો.દુગ્ગલે કહ્યું, અમારા ધ્યાનમાં આવ્યું કે કંગના રનૌત સહિતની ભાજપને સમર્થન કરતી અમુક મહિલાઓ પંજાબની માતાઓ વિષે ખરાબ બોલે છે. આ સંદર્ભમાં અમારા તરફથી આ એક ઈમોશનલ અપીલ છે. કંગના રનૌત પણ ભારતીય છે અને ભારતની દરેક છોકરીનો આદર થવો જોઈએ. અમે કંગનાનો પણ આદર કરીએ છીએ પરંતુ એમણે ભૂલ કરી છે તો વડીલ તરીકે વડાપ્રધાને તેમને રોકવા જોઈએ.બ્રિટિશ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એસોસિએશન ઓફ શીખ્સ વિદેશમાં વસતા ભારતીય બાળકોને ભારતીય સંસ્કૃતિ વિષે જાણકારી આપે છે. એસોસિએશન ભારતની પરંપરા, તેના પારિવારિક મૂલ્યોનું સમજ આપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે.



Download Our B K News Today App



Related News