દાંતીવાડા તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો રાફડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:35:49
  • Views : 492
  • Modified Date : 2020-06-08 11:35:49

દાંતીવાડા તાલુકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છેવાડાના ગામડા સુધી
પાયાની સુવિધાઓથી કોઈ વંચિત ના રહે તે માટે ફાળવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તાલુકાના વિકાસ માટે અપાઈ રહી છે. પરંતુ અહીં
વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે. મોટા ભાગના કામોમાં જવાબદારોની મિલી ભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી ખિસ્સા ભરાઈ રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે તાલુકામાં ભ્રષ્ટાચારનો આંખે વળગે એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાલુકાના
 વેપારી મથક પાંથાવાડા લાખો રૂપિયાના ખર્ચે આર.સી.સી. ગટર લાઈનની દીવાલોનું કામ છેલ્લા એક મહિના જેટલા સમયથી ચાલુ કરવામાં આવ્યું છે.  આ કામમાં એટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે આ દીવાલ ચાલુ કામમાં એક અઠવાડિયામાં બે વાર જમીન દોસ્ત થઈ ગઈ છે. છતાં અહીં બેઠેલા અધીકારીઓનું પેટનું
પાણી નથી હલતું.
પાંથાવાડા ગ્રામ પંચાયતમાં દર વર્ષે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. જેનો ઉપયોગ માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં થતો હોવાના પહેલા અને હાલના સમયમાં  આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર હાઇવે વિસ્તારમાં ચાલતી ઓપન ગટર લાઇનના કામ પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવતા આ ગટર લાઈનની દીવાલ વારંવાર જમીન દોસ્ત થઈ રહી છે. છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પાંથાવાડા અનેક જાગૃત નાગરિકો ગટરલાઈનની કામગીરીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાનો વિરોધ નોંધાવી જવાબદારો  સામે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી રહ્યા છે. પાંથાવાડામાં હાઇવે રોડની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે  ઓપન આર.સી.સી. ગટરની દીવાલ બાનવવામાં આવી રહી છે. જે એક અઠવાડિયામાં બીજીવાર જમીન દોસ્ત થઈ જતા ભ્રષ્ટાચાર નરી આંખે દેખાઈ રહ્યો છે. ત્યારે
 દાંતીવાડા તાલુકાના વિકાસના કામોમાં  ભ્રષ્ટાચાર જાણે માઝા મૂકી હોય તેવુ લાગી રહ્યું છે. તાલુકામાં જવાબદાર અધિકારીઓની મિલી ભગતના કારણે  આવા હલકી ગુણવત્તાના કામો કરતા સરપંચ કે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીનું માત્ર નાટક ભજવામાં આવે છે, અને આ નાટક બાદ તપાસની ગોદડી ગોટે વાળી દેવામાં આવે છે. જેના લીધે તાલુકામાં દર વર્ષે આવતી લાખો કરોડોની રૂપિયાની ગ્રાન્ટ ગેરવલે ઉપયોગ કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં પાંથાવાડા હાઇવે વિસ્તારથી તળાવ સુધી લાંબી કરવામાં આવનાર ઓપન ગટર લાઈનમાં થતા હલકી ગુણવત્તાના કામથી ગામલોકોએ  પણ ભારે વિરોધ નોધાવી રહ્યા છે,ચાલતી કામગીરીમાં વારંવાર ગટરની દીવાલો તૂટી પડવાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં લોકો દ્વારા વાયરલ કરી ગટર લાઈનની હલકી કામગીરી અટકાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News