આસેડા ગામમાં શૌચાલયના ભ્રષ્ટાચારની તપાસ નહિ કરાય તો આત્મવિલોપનની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 12:07:12
  • Views : 611
  • Modified Date : 2020-07-28 12:07:12

સરકાર દ્વારા ગામ અને શહેરમાં શૌચાલય મુક્ત થાય તેના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ સ્થાનિક અધિકારીની મિલીભગતના કારણે સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનું દુરુપયોગ થવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના આસેડા ગામમાં શૌચાલયના ભ્રષ્ટાચાર મુદ્દે ગ્રામજનોએ સોમવારે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને જો ન્યાય નહિ મળેતો આગામી સમયમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સરકાર દ્વારા વિકાસના કામો માટે ગ્રામીય અને શહેરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ નો દુરુપયોગ થતો હોય તેવી ઘટના સામે આવી રહી છે.ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આસેડા ગામ શૌચાલય મુક્ત ગામ થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ આસેડા ગામના સરપંચ અને તલાટી દ્વારા ગામમાં શૌચાલય બનાવામાં આવ્યા છે. તેમાં ગેરરીતિ થઈ હોવાના આસેડા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આસેડા ગામમાં શૌચાલય બનાવામાં સરપંચ તેમજ તલાટી દ્વારા આસેડા ગામમાં અમુક લોકોના ઘરે શૌચાલય સારા બનાવાયા છે. તો ક્યાંક શૌચાલય બનાવામાં આવ્યા નથી. તો વળી અમુક લોકોના ઘરે શૌચાલય બનાવાયા છે. તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે. સરપંચ તેમજ તલાટી દ્વારા બારોબાર
 પૈસા ઉપાડી દેવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આસેડા ગામમાં શૌચાલય મામલે ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા શૌચાલયમાં ભષ્ટાચાર આચરવામાં આવ્યું છે. આ મામલે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે  ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, જો અમને ન્યાય નહિ મળે તો આગામી સમયમાં
પાલનપુર ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News