લાખણી મામલતદાર કચેરીની સબ રજીસ્ટાર અને સર્કલની શાખાઓમાં ભ્રષ્ટાચારની બૂમરાડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:21:41
  • Views : 292
  • Modified Date : 2020-12-29 11:21:41

એક સમય એવો હતો કે લાખણી મામલતદાર કચેરીમાં આવતા દરેક નાના મોટા
અરજદારોને પોતાના કામનો સંતોષ થતો અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર વગર લોકોના કામ સંતોષકારક રીતે થતા જ્યારે ડી.સી.પરમાર મામલતદાર હતા તેમની બદલી થયા પછી ઘણા સમય સુધી તો લાખણી મામલતદાર કચેરી ઇન્ચાર્જના હવાલે રહી. જેને જેમ મનફાવે એમ વ્યવહાર ચાલી રહ્યો હતો, અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. તમામ જગ્યાએ લેતી દેતીના વ્યવહાર થવા લાગ્યા
વચેટીયાઓ વગર કામ ન થાય અત્યારે તાલુકાના પ્રજાજનો રાડ કરી રહ્યા છે. લાખણી મામલતદાર કચેરીમાં આવેલ સબરજીસ્ટાર અને સર્કલ શાખાઓમાં પ્રાઇવેટ ઓફીસની માફક કામ પ્રમાણે ભ્રષ્ટાચારની રકમ નક્કી થાય છે. અરજદાર પાસેથી સીધી લાંચ લેવામાં આવતી નથી એટલે ભવિષ્યમાં એ.સી.બી ટ્રેપ થવાનો ભય ન રહે અમુક નક્કી કરેલ દલાલો જ સાહેબોના નામના રૂપિયા
અરજદાર પાસેથી લઈ લે છે. અને પછી બે ચાર દિવસના ભેગા કરીને સાહેબને મોકલી આપે છે. એમાં સાહેબોનો ફાયદો અને દલાલોને ફાયદો જે નુકસાન થાય છે એ આમ જનતા એટલે કે અરજદારોને થઈ રહ્યું છે પણ હવે ભ્રષ્ટાચારએ શિષ્ટાચાર કે વ્યવહાર થઈ ગયો હોવાથી બિન્દાસ રીતે બેફામ પણે થઈ રહ્યો છે. લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ વ્યવહાર છેક ઉપર સુધી જતો હોવાથી કોઈને કશું થાય નહિ અને જેને કામ કરાવવું હોય એને પૈસા આપવા જ પડે એવી છાપ ઉભી થઇ છે. પ્લોટના દસ્તાવેજના અલગ જમીન દસ્તાવેજના અલગ મોરગેજના અલગ વળી કોઈ વધઘટ કે અન્ય કોઈ રેવન્યુના કામ હોય તો એના વળી અલગ ભાવ ચાલી રહ્યા છે જે લોકો માથાભારે છે અથવા નેતાઓ છે એવા લોકોને સાચવી લે છે એટલે એ બોલતા નથી અને સામાન્ય પ્રજા લૂંટાતી જાય છે ત્યારે બાબતે તાલુકાના પ્રજાજનો જાગૃત બને અને આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ બુલંદ કરે તેમજ સરકાર દ્વારા ગુપ્ત રીતે તાપસ કરાવીને કસૂરવાર કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News