કરોડોના ખર્ચે બનેલ રોડમાં ભ્રષ્ટ્રાચારની બુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 11:00:04
  • Views : 408
  • Modified Date : 2019-12-02 11:00:04

ધાનેરાથી સાંચોર સુધીના માર્ગને સ્ટેટ હાઇવેમાંથી રૂપાંતર કરીને ચાર વર્ષ પહેલાં નેશનલ હાઇવેને સોપવામાં આવ્યો હતો અને આ હાઇવે પહોળો કરવા માટે સરકાર દ્વારા નેનાવાથી થાવર સુધીમાં ૮૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હજુ હાઇવે પુરો બન્યો નથી ત્યારે બીજી તરફ હાલથી થિગડાઓ મારવામાં આવતા  આ રોડની ગુણવત્તાની તપાસ કરવા માટે દિલ્હી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટીને લેખીત રજૂઆતો કરવામાં આવી છે.ગુજરાતમાં જાણે ભ્રષ્ટ્રાચારે માઝા મુકી હોય તેવુ જ્યાં દેખો ત્યા ભ્રષ્ટ્રાચાર જોવા મળી રહ્યો છે.  ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલ નેનાવા ગામથી ધાનેરાના થાવર ગામ સુધી નેશનલ હાઇવે દ્વારા ૮૨ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે અને આ કામ કરનાર એજન્સી દ્વારા એટલી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવેલ છે કે જે રોડ પુરો બન્યો નથી ત્યારે બીજી તરફ ઠેર ઠેર ટુટવા લાગ્યો છે. આ રોડ બનાવનાર કંપની દ્વારા થિગડા મારવાનું કામ ચાલુ કરાવી દેવાયુ છે. જેથી આ રોડ બનાવવામાં ખુલ્લેઆમ ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું લોકોની નજર આવી રહ્યુ હોવાથી ધાનેરાના એક જાગૃત નાગરીક દ્વારા આ રોડમાં
વપરાયેલ મટીરીયલ તેમજ રોડની ગુણવત્તા ચકાસણી કરવા માટે ગાંધીધામ તેમજ દિલ્હી ખાને નેશનલ હાઇવે ઓથોરિટીને લેખીતમાં અરજી કરવામાં આવી છે. તેમજ જે નાળાઓ બનાવ્યા છે તેમાં પણ હાલથી તિરાડો આવી જવા પામી હોવાથી તે બાબતે પણ ખાસ તપાસ થાય અને તપાસનો રીપોર્ટ આવ્યા પછીજ તેમના બિલના નાંણા ચુકવાય તે બાબતે લેખીતમાં રજૂઆતો કરવામાં આવતા નેશનલ હાઇવેના અધિકારીઓ તેમજ કામ કરનાર એજન્સીની ઊંઘ ઉડી જવા પામી છે.

Download Our B K News Today App



Related News