ધાનેરા નગરપાલિકાની સવા કરોડની ભુગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 11:22:50
  • Views : 377
  • Modified Date : 2020-09-18 11:22:50

ધાનેરા નગરપાલિકામાં ૧૫ કરોડના ખર્ચે સરકાર દ્વારા ભુગર્ભ ગટરની યોજનામાં કામગીરી કરવામાં આવી હતી. પરંતુ તે વખતે અધુરી કામગીરી હોવા છતાં પાલિકા દ્વારા તેનો કબ્જો લેવામાં આવ્યો હતો. એજન્સીએ બારોબાર વહીવટ કરીને કામગીરી નગરપાલિકાને સુપરત કરી દેવામાં આવી હતી અને બાકી રહેલા કામો માટે
પાલિકા દ્વારા ફરીથી ટેન્ડર પાડીને કામગીરી શરૂ કરી છે અને તેમાં પણ હલકી ગુણવત્તાવાળી
પાઇપો અને કામગીરી થતી હોવાથી લોકોએ અનેકવાર રજુઆત કરવા છતાં તેમના અવાજ દબાવવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ કોન્ટ્રાકટર દ્વારા પાલિકાને વહીવટ કરાતો હોવાનો ઓડીયો પણ વાયરલ થવા પામ્યો છે.
ધાનેરા નગરપાલિકામાં હાલમાં સવા કરોડના ખર્ચે ભુગર્ભ ગટરની ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. અને તેની કામગીરી અંબર કન્સ્ટ્રકશનને સોંપવામાં આવેલ અને આ અંબર કન્સ્ટ્રકશન દ્વારા ત્રાહીત એજન્સીને આ કામગીરી સોંપવામાં આવેલ છે. જેથી આ કામગીરીના ટેન્ડરમાં જે પાઇપો અને અન્ય મટરીયલ વાપરવાના હતા તેની જગ્યાએ હલકી ગુણવત્તાવાળી પાઇપો અને હલકુ મટરીયલ વાપરવામાં આવતું હોવાથી લોકો દ્વારા આ બાબતે અનેકવાર નગરપાલિકાના સત્તાધિશોને જાણ કરવામાં આવેલ તેમજ પાલિકાના અધિકારીઓને પણ જાણ કરવા છતાં આ કામગીરીની તપાસ કરવાના બદલે જે લોકો રજુઆત કરવા માટે જાય છે તેમના અવાજ દબાવી દેવામાં આવી રહ્યા છે. આ અંગે કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘અગાઉ ગટરના તમામ કામો પુરા કરી દેવામાં આવ્યા હોવાથી પાલિકા દ્વારા જેતે વખતે એજન્સી પાસેથી આ ગટરનો ચાર્જ લેવામાં આવ્યો હતો પરંતુ તે વખતે કેટલાય કામો બાકી હતા છતાં તેમને આવક વધારવા માટે અને એજન્સી પાસેથી જેતે અધિકારીઓ અને સત્તાધિશો દ્વારા પોતાના ગજવા ભરી દેવામાં આવતા આ કામગીરી
પૂર્ણ કરી હોવાનું સર્ટી આપીને આ કામ બારોબાર કર્યું હતું અને ફરીથી કામ બાકી બતાવીને સવા કરોડ જેટલી માતબાર રકમના ગટરના કામો માટે ટેન્ડર પાડીને કામગીરી હાથ ધરેલ છે અને તેમાં તૂટેલી-ફુટેલી પાઇપો નાંખવામાં આવી રહી છે. તો આ બાબતે કલેકટર દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી અમારી રજુઆત છે.

Download Our B K News Today App



Related News