ધાનેરામાં રાયડા ખરીદીમાં ભ્રષ્ટાચારે માઝા મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 10:48:34
  • Views : 465
  • Modified Date : 2019-07-06 10:48:34

ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકામાં ૯૫૦૦ ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં  આવ્યા છે પરંતુ ખરીદી ધીમી ગતીએ ચાલતા ખેડૂતો હેરાન થઇ રહ્યા છે. તેમજ માલ તોલાવવા જનાર ખેડૂતો પાસેથી મજુરીના નામે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. જેથી આવા અધિકારીઓના પાપે જગતનો તાત દંડાઇ રહ્યો છે. અને આવનાર અધિકારીઓ
પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે અને
પાલનપુર મજુરોના કોન્ટ્રાકટર સાથે મિલીભગત ચલાવતા હોવાનુ બહાર આવ્યુ છે.
ખેડૂતએ જગતનો તાત કહેવામાં આવે છે ખેડૂત શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય તેમાં તે ઉભો રહીને માલ પકવે છે સમગ્ર લોકોને પુરો પાડે છે. આ જગતનો તાત પોતાનો
પસીનો પાડીને પકવેલ ખેતીનો માલ વેચવા કાઢે ત્યારે તેના
પોષણક્ષમ ભાવો મળતા હોતા નથી. જેથી સરકારે ખેડૂતોને
પોષણક્ષમ ભાવ મળી રહે તે બાબતે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમ દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી સમગ્ર ગુજરાતમાં જો સૌથી વધારે રાયડાનું
ઉત્પાદન હોય તો તે ધાનેરા તાલુકામાં છે અને ૯૫૦૦ ખેડૂતોના માલનું રજીસ્ટ્રેશન
પણ કરી દેવામાં આવ્યુ છે. આજ સુધીમાં ૯૫૦૦ ખેડૂતોના રજીસ્ટ્રેશનમાંથી ૪૦૦૦ જેટલા ખેડૂતોના માલ તોલવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. પરંતુ જ્યારથી ખરીદી ચાલુ કરવામાં આવી ત્યારથી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રાચાર આદરવામાં આવી રહ્યો છે અને જેમાં એક અધિકારીને ભ્રષ્ટ્રાચાર બાબતે ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે. ત્યારે બીજા અધિકારીઓએ ફરીથી આવા કામો શરૂ કરવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ઉપરી કચેરી ખાતે પણ રજૂઆતો કરી હતી.  જેમાં ભ્રષ્ટ અધિકારી નિલેશ પટેલ સામે કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી હતી પરંતુ આ ભ્રષ્ટ્રાચારમાં ઉપરથી લઇને નીચે સુધીના તમામ અધિકારીઓનો ભાગ હોવાથી ભ્રષ્ટ અધિકારીના વિડીયો
આપવા છતાં તેની સામે પગલાં લેવામાં આવતા નથી.

Download Our B K News Today App



Related News