ધાનેરામાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રાચારથી થયું રાયડા ખરીદીનું ઉદ્‌ઘાટન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:07:46
  • Views : 482
  • Modified Date : 2019-04-09 05:07:46

ધાનેરા તાલુકામાં ૧ માર્ચથી રાયડાની ખરીદી માટેના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવતાં ૭ માર્ચ સુધીમાં ૧૦ હજાર જેટલા ખેડૂતોના ફોર્મ જમા થવા પામ્યા છે. પરંતુ તેની સામે માત્રને માત્ર સાત દિવસમાં ૭૦૦ ખેડૂતોના ઓનલાઇન રજીસ્ટ્રેશન થવા પામ્યા છે. ત્યારે બીજી તરફ જે આ રજીસ્ટ્રેશન થયા છે તેમાં મોટા ભાગના બારોબાર રજીસ્ટ્રેશન થયા હોવાના કિસ્સાઓ હાલથી બહાર આવી રહ્યા છે.  તેમાં
પણ એક ફોર્મના ૨૦૦૦ રૂપિયા લેવામાં આવતા હોવાથી ખેડૂતોમાં બુમરાડ ઉઠવા પામી છે. તેમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ જ સામેલ છે. જેથી આવા અધિકારીઓના પાપે જગતનો તાત દંડાઇ રહ્યો છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોનેટોકન આપવા માટે સરકારી બાબુઓ અને વચેટીયાઓની મીલી ભગતથી કેટલાંય રૂપિયા રળી લીધા હતા અને આ ફરી ટેકાના ભાવે રાયડાની ખરીદી સરુ કરવા માટે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા માટેની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા તાલુકામાં ૧ માર્ચથી આજ સુધીમાં ૧૦ હજાર કરતાં પણ વધારે ફોર્મ આવ્યા છે પરંતુ આ ફોર્મ લઇને ઢગલા કરી દેવામાં આવ્યા છે કોઇ ખેડૂતના ફોર્મનુ તારીખ પ્રમાણે નિભાવણી પત્રક પણ બનાવેલ નથી. જેના કારણે આ ખેડૂતોએ પ્રથમ, દિવસે જે ફોર્મ આપ્યા તે ઢગલાઓમાં જ પડ્‌યા છે. ત્યારે બીજી તરફ ૫ તારીખે આપેલા ફોર્મના પુષ્પમ પત્રમના જોરે રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને ખેડૂતોમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ખેડૂતોને ફોર્મ બારોબાર રજીસ્ટ્રેશન કરાવવા માટે હાલથી દલાલો પણ સક્રીય જોવા મળ્યા હતા. આ ભ્રષ્ટ્રાચારમાં પાલનપુરથી આવતા અધિકારીઓની મીલીભગતથી આ કામો થતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.


Download Our B K News Today App



Related News