થરાદના નાગલા ગામે વિવિધ કામોમાં કોન્ટ્રાકટરનો ભ્રષ્ટ્રાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 11:44:42
  • Views : 521
  • Modified Date : 2019-06-30 11:44:42

નાગલા ગામમાં આર.સી.સી. ભુગર્ભગટર, સંપ, હવાડો, પંપહાઉસ, પીવીસીપાઈપ લાઈન, તેમજ પંપીગ મશીનરીના કામોમાં કોન્ટ્રાકટર પટેલ કિશને ભ્રષ્ટ્રાચાર કરી ગ્રાન્ટ ચાઉ કરી જતાં નાગલા સરપંચે જિલ્લા કલેકટરને તપાસ કરવા રજૂઆત કરી હતી.
થરાદ તાલુકાના નાગલા ગામે કેફુલ્ડ ડેમેજ યોજના તળે વિવિધ કામોમાં હલકી
ગુણવતાવાળું મટીરયલ્સ વાપરીને કોન્ટ્રાકટર કિશન પટેલે મોટા પાયે ભ્રષ્ટ્રાચાર આચરેલકોઈ તેથી તાલુકા પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈપણ કામને અટકાયેલ નથી. આથી ગામના સંરપચ નવલબેન નરસેંગભાઈ પટેલે ગામમાં ભ્રષ્ટ્રાચાર થતાં અને હલકી ગુણવતાવાળુ કામ થતાં તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર પાલનપુર, નાયબ કાર્યપાલક ઈજનેર, બનાસકાંઠા અને નાયબ કાર્યપાલક થરાદને લેખિત રજૂઆત કરી છે. તેમજ તટસ્થ તપાસ માટે માંગણી કરી છે. તેમજ ગામના આગેવાનો અને પંચાયત બોડીના તમામ સભ્યોએ વારંવાર કોન્ટ્રાકટરને રજૂઆત કરી પરંતુ કોન્ટ્રાકટરે તેનો ઉડાઉ ભાષામાં જવાબ આપ્યો હતો. તેમજ ગેરલાયક શબ્દોનો ઉપયોગ કરીને ગામના આગેવાનોને ધમકી આપી હતી. તેમજ કામ તો આવુ થશે જ ચલાવુ હોય તો ચલાવો તેવો જવાબ આપતાં સંરપચે રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવા તપાસ આચરી છે.

Download Our B K News Today App



Related News