યાત્રાધામ ઢીમાથી ઈઢાટા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની રાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:37:19
  • Views : 481
  • Modified Date : 2019-08-04 11:37:19

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી ઈઢાટા ગામને જોડતો માત્ર ૫.૫૦ કિમીનો રોડ વર્ષ ૨૦૧૮માં મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત આશરે રૂ બે કરોડના ખર્ચે છ માસ પૂર્વે બનાવવામાં આવ્યો હતો ત્યારે આ રોડ રવિવારે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે તણાઈ ગયો હતો. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઢીમા ઈઢાટા રોડ વચ્ચે એક પણ નાળુ નાંખવામાં આવ્યું નથી. ત્યારે રેલ નદીનો આ માર્ગ હોવાથી અહીંયાથી
પાણીનો ધસમસતો પ્રવાહ
પસાર થાય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે નાળાની કામગીરીઓ પણ એસ્ટીમેન્ટ મુજબ કરેલી નથી એવું ગ્રામજનોએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ વાવના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી આ રોડ બનાવવામાં આવ્યો હતો. બન્ને ગામડાઓ વચ્ચે રસ્તો ટૂંકો થાય અને લોકોની સુખાકારી વધે તેમજ અહીં આવતાં શ્રદ્ધાળુઓ, ખેડૂતો સહિત રાહદારીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો. ત્યારે હાલમાં તો રોડ પર આવેલ ખેતરોમાં ચારેતરફ વરસાદે વિનાશ વેર્યો છે અને ખેતરોમાં ચારેબાજુ પાણી ભરાયાં છે. તો માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News