ખોડિયાર માતાજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી ફરી વિવાદોમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-30 15:57:11
  • Views : 111
  • Modified Date : 2023-09-30 15:57:11

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંત વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી સામે કાર્યવાહી કરવાની પ્રજાપતિ સમાજે માંગ કરી છે. ભક્ત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે અભદ્ર ટીપ્પણી કરવાનો બ્રહ્મસ્વરૂપ સ્વામી સામે આરોપ લાગ્યો છે. પ્રજાપતિ સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદન આપી સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પ્રજાપતિ સમાજ રોષે ભરાયોખોડિયાર માતાજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભક્ત ગોરા કુંભાર અને તેમના પત્ની વિશે અભદ્ર ભાષામાં બફાટ કરતા પ્રજાપતિ સમાજ લાલઘુમ થઈ ગયો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજે પ્રજાપતિ સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. કલેક્ટરને આવેદન પત્ર આપીને સ્વામી નારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મસ્વરૂપ સ્વામી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અવિવેકી ભાષાનો ઉપયોગ કરતા પ્રજાપતિ સમાજમાં રોષ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, 'ગોરા ભગત બહુ મોટા ભગત, ગોરા ભગતે વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા ગારો ખુંદતી વખતે છોકરાને ખુંદી નાખ્યો, તેઓ તો ભગવાનની ભક્તીમાં લીન હતા. તેમણે ગારો ખુંદતા ખુંદતા પોતાના છોકરાને ખુંદી નાખ્યો હતો. જ્યારે પત્ની આવી ત્યારે તેમણે કહ્યું હતું કે તમે આ શું કર્યું. મારા છોકરાને મારી નાખ્યો. તું ભગત છો કે કેવો છો કહીને ગોરા ભગતને ઘણી ગાળો આપી. પછી ભગત ગોરા કુંભારે સોગંધ ખાઈ લીધા, જે બાદ પતિ-પત્નીના સંબંધ બંધ થઈ ગયા હતા.' ત્યારે બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા સંત ભક્ત ગોરા કુંભારના ઈતિહાસને નિમ્નકક્ષાની ભાષામાં શબ્દો પ્રયોગ કરીને રજૂ કરતા પ્રજાપતિ સમાજમાં રોષ ફેલાયો છે. ખોડિયાર માતાજી વિશે કરી હતી ટિપ્પણીતાજેતરમાં જ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કર્યા બાદ ભારે વિરોધ થતાં માફી માંગી હતું. તેમણે કહ્યું હતુંકે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ એક વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. શું હતો સમગ્ર મામલો? બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું હતું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.બ્રહ્મસ્વરૂપ સ્વામી ઉતરી ગયા હતા ભૂગર્ભમાંખોડિયાર માતા અંગે વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા હતા. નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાને એક રૂમમાં બંધ કર્યા હતા, તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો હતો. રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી હતી. જે બાદ વિવાદ વકરતા વડતાલ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માંગી હતી. 

Download Our B K News Today App



Related News