બ્રહ્માકુમારીઝ દ્વારા ડીસા ખાતે ડિવાઇન સ્ટાર કિડઝ કાર્નિવલ અંતર્ગત બાળકો માટેનો કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 10:59:57
  • Views : 253
  • Modified Date : 2022-06-03 10:59:57

 

5 વર્ષની ઉંમરથી 15 વર્ષની ઉંમર  સુધીના 40 બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો

બીકે હસુમતી બહેને  દ્વારા બાળકોને સાપ્તાહિક કોર્સ કરાવામાં આવ્યો હતો, બીકે પાયલ બહેને દ્વારા વિવિધ સ્પર્ધાઓ કરાવામાં આવી હતી, બીકે ભારતીબેન દ્વારા બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી, બીકે સુરેખાબેન દ્વારા બાળકોને આદર્શ જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવડાવી અને આશીર્વચન આપ્યા હતા. વિવિધ ટોલી, આઈસ્ક્રીમ, ભેળ વગેરે પિકનિક પર આપવામાં આવી હતી. બાળકોએ વિવિધ સ્પર્ધાઓ લીધો અને જીત્યા તથા ગરબા અને ખૂબ મજા માણી હતી

વેકેશન એટલે બાળકો માટે મોજ કરવાના દિવસો, જો કે કોરોના કાળમાં બાળકોએ બહુ લાંબુ વેકેશન માણ્યુ હતુ. પણ પરીક્ષા આપીને વેકેશન માણવાનો આનંદ કંઇક ઓર હોય છે. અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિધાલય સંસ્થાએ બાળકોનાં વેકેશનનાં દિવસોને ખુશીઓ કી જમાપુંજી બનાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો.

 

ડિવાઇન સ્ટાર કિડઝ કાર્નીવલ કાર્યક્રમ અંતર્ગત ગઇકાલે  ડીસા ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિધાલય સેવા કેન્દ્રમાં બાળકોની આંતરિક શકિતને ખીલવવાનો મહેકતો પ્રયાસ કર્યો હતો. જેમાં ભુલકાઓને મોબાઇલની ટેવમાંથી મુકત કરાવી મેદાનની મોજ કરાવી હતી.

Download Our B K News Today App



Related News