કલોલ ગેસ બ્લાસ્ટમાં મૃતકોને ન્યાય અપાવવા બ્રહ્મ સમાજનો સહકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:49:51
  • Views : 364
  • Modified Date : 2021-01-01 11:49:51

કલોલ ખાતે ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતાં બ્રહ્મ
પરિવારના ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યા છે. યુવા દંપતીનું મોત તેમજ વયોવૃદ્ધ માતાનું સારવારમાં મોત થતાં મૃતક
પરિવારના માતા પિતા
પરિવારને સંતવાના આપવા તેમજ સરકારી કાર્યવાહીમાં ન્યાય માર્ગદર્શન આપવા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગાંધીનગર તેમજ રાજયકક્ષાના અગ્રણીઓ રૂબરૂ મળી સાથ સહકાર આપ્યો હતો.
આ ઘટના અંગે જિલ્લા
પોલીસ વડા તેમજ લગતા વળગતા વિભાગીય અધિકારી એફ.એસ. એલ રિપોર્ટની રાહ જાેઈ રહ્યા છે. ત્યારબાદ પોલીસ પોતે ફરિયાદી બની પક્ષકારમાં ઓ.એન.જીસી તેમજ બિલ્ડર,મકાન માલિકને લઇ મૃતક પરિવારને ન્યાય અપાવવા આગળ વધશે. બ્રહ્મ સમાજના પૂર્વ સમાજ અધ્યક્ષ કનૈયાલાલ પંડ્યા, બ્રહ્મ સમાજ ધારાશાસ્ત્રી, ઉપપ્રમુખ, સરકારી વકીલ અશ્વિન ત્રિવેદી,સમસ્ત બ્રહ્મ સમાજ રાજયકક્ષાના કનવીનર ડો યજ્ઞેશ દવે તેમજ મીડિયા ઇન્ચાર્જ પ્રદીપવલ,યુવા અગ્રણીઓ પાર્થ રાવલ,
પરશુરામ યુવા અગ્રણી નીરવ.દવે, સંજય ત્રિવેદી, સ્થાનિક કલોલ બ્રહ્મ સમાજ યુવાઓ ગતરોજ તેમના ઘરે જઈને સાંત્વના પાઠવી હતી.

Download Our B K News Today App



Related News