ધાનેરામાં જવેલર્સની દુકાનમાં બાટલો લિકેઝ થતા લાગી આગ : આજુબાજુની અન્ય ત્રણ દુકાનો પણ આગની લપેટમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 11:30:00
  • Views : 237
  • Modified Date : 2022-07-04 11:30:00

ધાનેરામાં જવેલર્સની દુકાનમાં બાટલો લિકેઝ થતા લાગી આગ : આજુબાજુની અન્ય ત્રણ દુકાનો પણ આગની લપેટમાં

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જવેલર્સની દુકાનમાં બાટલો લિકેઝ થતા આગની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે બાદ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

 

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા ની સાથે અનેક આગની ઘટનાઓ સામે આવી છે ક્યાંક શોર્ટ સર્કિટથી આગ લાગી રહી છે તો ક્યાંક અગમ્ય કારણોસર આગની ઘટના સામે આવી રહી છે વારંવાર બનતી આગની ઘટનાઓને લઈ લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેચવાનો વારો આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ચાર દુકાનોમાં આગની ઘટના સામે આવી હતી જેમાં જ્વેલર્સની દુકાનમાં બાટલો લીકેજ તથા આગ લાગી હતી જે બાદ આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુની અન્ય ત્રણ દુકાનો પણ આ આગની ઘટનામાં લપેટમાં આવી ગઈ હતી અને જો જોત જોતામાં સળંગ ચાર દુકાનોમાં આગની ઘટના સામે આવી હતી એક જ સમયે ચાર દુકાનોમાં આગ લાગતા આજુબાજુના લોકોમાં પણ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો જે બાદ સ્થાનિક લોકો અને દુકાન માલિક દ્વારા તાત્કાલિક ધોરણે ધાનેરા ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચારેય દુકાનો પર પાણીનો માર્ગ શરૂ કર્યો હતો. કલાકોની ભારે જહમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી આગની ઘટનામાં વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ ધાનેરામાં ચાર દુકાનોમાં લાગેલી આગના કારણે દુકાન માલિકને નુકસાન વેચવાનો વારો આવ્યો હતો

Download Our B K News Today App



Related News