દુષ્કર્મ આચરનાર બંને આરોપી યુવકો નડિયાદ ગામની સીમમાંથી ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 17:56:37
  • Views : 47
  • Modified Date : 2025-03-10 17:56:37

- જંબુસર તાલુકાના એક ગામની દિવ્યાંગ યુવતી સાથે 

જંબુસર :

 ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામની દિવ્યાંગ યુવતી સાથે બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચરતા પોલીસ બંને આરોપી યુવકને નડિયાદ ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જંબુસર તાલુકાના એક ગામની દિવ્યાંગ યુવતી ગતરોજ રાત્રે મકાનમાં સૂઇ રહી હતી.તે સમયે બે યુવકોએ મકાનમાં પ્રવેશ કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતુ.તે બાદ અવાજ આવતા ઘરમાં સૂઇ રહેલી ભાભી જાગી જતાં જોવા આવી હતી.ભાભીએ બૂમાબૂમ કરતા બંને યુવકો અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતા. 

યુવતીનો ભાઇ બંનેને પકડવા પાછળ ભાગ્યો પણ બંને યુવકો ઝડપાયા ન હતા. તે બાદ પોલીસ મથકે દુષ્કર્મની ઘટનામાં બંને આરોપી યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દિવ્યાંગ યુવતીનું મેડિકલ કરાવી ટીમો બનાવી બંને યુવકોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.ગત રોજ સાંજે મોડી સુધી પોલીસે વિવિધ ગામોની સીમમાં તપાસ કરી હતી. તે દરમિયાન આજે નડિયાદના સીમ વિસ્તારમાં તપાસ કરતા બંને આરોપી સંતાયેલા હતા તેમને ઝડપી પાડયા  હતા. આરોપીઓની ધરપકડ તથા રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News