બોરૂડા પ્રાથમિક શાળામા ધોરણ.૮ નો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 10:09:10
  • Views : 565
  • Modified Date : 2019-04-06 10:09:10

બોરૂડા પ્રાથમિક શાળાના ધોરણ- ૮ ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  શિક્ષકો મહેશભાઈ, વસ્મયભાઈ, રણછોડભાઈ, ઝવેરદાન ગઢવી, અશોકભાઈ તથા ગામના શિક્ષણ વિદ રામજીભાઈ દ્વારા બાળકોને પોતાના જીવનમાં આગળ વધી પોતાનું તથા તેમના માતા-પિતાનું નામ રોશન કરે અને પોતાના જીવનનો પાયો ઘડનાર શિક્ષકો ગૌરવ  તેવી પ્રતિષ્ઠા મેળવે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા.
આ પ્રસંગે શાળાના આચાર્ય અશોકભાઈ ચૌધરીએ વિદાય લેતા (૫૦) બાળકોને પુસ્તક ભેટ આપ્યું. ધોરણ -૮ ના વર્ગ શિક્ષક રણછોડભાઈ ચૌધરીએ દરેક બાળકને પેન ભેટ આપી. બાળકો પણ શાળાને અમારે પણ કંઈક આપવું છે એવી ભાવના તેમના મનમાં જાગી અને શાળાની ખાસ જરૂરીયાત લેક્ચર સ્ટેન્ડ ભેટમાં આપ્યુ. આ પ્રસંગે શાળાના (૩૫૧) બાળકોને ચૌધરી લખમણભાઈ નાનજીભાઈ દ્વારા બરફી, પુરી-શાક, દાળ-ભાત, છાશનું તિથીભોજન આપવામાં આવ્યું. શાળા સ્ટાફે બાળકોનો તથા ભોજનદાતાનો ખુબ ખુબ આભાર માન્યો હતો.



Download Our B K News Today App



Related News