પાનસરના તળાવ પાસે કેમીકલ ભરેલી ૧૫૦૦ બોરી નાંખી જતા ખળભળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 11:59:40
  • Views : 335
  • Modified Date : 2021-01-29 11:59:40

કલોલ તાલુકાના પાનસર ગામની સીમ પાસે આવેલા તળાવ પાસે અજાણી કં૫ની દ્વારા ૧૫૦૦ બોરી કેમીકલ વેસ્ટ ફેકી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગામલોકોને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક તળાવ પાસે
પહોંચી ગયા હતા. જ્યારે અજાણી કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આ પ્રકારનુ કૃત્ય કરનાર કંપનીના સંચાલકો સામે પગલા ભરવા માંગ કરી હતી.
કલોલ તાલુકાના પાનસર ગામમાં આવેલા તળાવ પાસે કેલ્શિયમ કાર્બોનેટ ભરેલી ૧૫૦૦ થેલીઓ અજાણી કંપની દ્વારા ઠાલવવામાં આવી હતી. કંપની પાસે યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા નહિ હોવાના કારણે આ પ્રકારે અજાણી જગ્યાએ કેમીકલ વેસ્ટનો નિકાલ કરતી હોય છે. ત્યારે પાનસર ગામમાં આ પ્રકારની કેમીકલ નાખી જતા તળાવનું પાણી દુષિત થવાની શક્યતા જાેવામાં આવી રહી છે. તે ઉપરાત જાે આ કેમીકલ પાણી સાથે મિક્સ થાય તો પાણી પીતા પશુઓને
પણ નુકશાન થઇ શકે છે. ત્યારે ગામ લોકો દ્વારા આ પ્રકારની કામગીરી કરનાર કંપની સંચાલકોને શોધી કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.
બીજી તરફ આ કેમીકલ જ્યા નાખવામા આવ્યું છે તે જગ્યાને નુકશાન થઇ શકે છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરવાના નાટકો કરતું હોય છે. અનેક કંપનીમાં સર્ચના નામે ડર બતાવવામા આવતો હોય છે. ત્યારે  ગ્રામજનોમાં બોર્ડ સામે
પણ શંકા રાખવામાં આવી રહી છે. કેમીકલની થેલી ઉપર જે પ્રિન્ટ કરાઇ છે તેના ઉપરથી તપાસ કરવામાં આવે તો આ કેમીકલની થેલીઓ ક્યાંથી આવી તેની ખબર પડી શકે છે. હાલ તો આ બાબતે ગ્રામજનોમાં ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News