રાજસ્થાનને જાડતી ખોડા બોર્ડર સીલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 12:23:43
  • Views : 847
  • Modified Date : 2020-05-02 12:23:43

 સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. આ વાયરસથી લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ કોરોના વાયરસના ભરડામાં આવી ગયો છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા બોર્ડરથી રાજસ્થાનના જાલોર જિલ્લાની હદ શરૂ થતી હોય સાંચોર પોલીસ જિલ્લાને સુરક્ષિત રાખવા ખડેપગે તૈનાત છે. સાંચોર પોલીસ દ્વારા ખોડા બોર્ડર સીલ કરવામાં આવી છે.
થરાદ નજીક રાજસ્થાન રાજ્ય આવેલ છે. રાજસ્થાનના જાલોર જિલ્લાની હદ થરાદના ખોડા બોર્ડરથી શરૂ થાય છે.  ખોડા બોર્ડરથી રાજસ્થાનનું પ્રથમ શહેર સાંચોર આવે છે. રાજસ્થાનના કુલ નવ તાલુકાનો જાલોર જિલ્લો કોરોના સંકમણથી સુરક્ષિત છે. આથી કોરોના વાયરસને ફેલાતો  તમામ  વહીવટીતંત્ર
ગ્રામપંચાયતથી માંડી પ્રાંત કચેરી સુધીના કર્મચારીઓ  કોરોના વાયરસ સામે સરકારની ગાઈડ લાઇન પ્રમાણે  જિલ્લાને સુરક્ષિત રાખવા શહેરમાં પ્રવેશતા રસ્તાઓ જેવા કે થરાદની ખોડા બોર્ડર સીલ કરવામાં આવી  છે.  ત્યારે ખોડા બોર્ડર પર  ચોવીસ કલાક ફરજ બજાવતા પર્યવેક્ષક વિરસિંહજી, પોલીસ અધિકારી  કિશનલાલજી, ચિકિત્સક ડો.રામનિવાશ વિશ્નોઇ,  તાલુકા સહપ્રભારીઓ તેમજ સામાજિક સેવા સંસ્થા કાર્યકર પ્રવિણભાઈ જોષી દ્વારા મિનરલ વોટર પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. એકપણ વાહનને સાંચોર તરફ ઘુસવા દેવામાં આવતું  નથી. સાંચોર તરફ આવતા વાહનોને પરત થરાદ તરફ ધકેલવામાં આવે છે.

Download Our B K News Today App



Related News