રાજસ્થાનની બોર્ડર ઉપર અવરજવર બંધ કરાવી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:07:23
  • Views : 1627
  • Modified Date : 2020-04-08 11:07:23

ધાનેરા તાલુકાને અડતી રાજસ્થાન બોર્ડર ઉપર પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં  આવતી હતી. પરંતુ  મંગળવારે ધાનેરા પ્રાંત અધિકારી
વાય.પી.ઠક્કર, મામલતદાર બી.એસ.ખરાડી, તાલુકા વિકાસ અધિકારી રઘુભાઇ ચૌધરી, ધરણોધર મેડીકલ ઓફિસર મિનાક્ષી રાજપુત,
પી.એસ.આઇ મરંડ તથા તેમની ટીમો સાથે ધાનેરા તાલુકાના વાસણ, નેનાવા, અનાપુર તેમજ અન્ય ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી આવતા જતા લોકો તેમજ વાહનો ઉપર
પાબંધી લગાવી દેવામાં આવી છે. આ અંગે ધાનેરા પ્રાંત અધિકારી વાય.પી. ઠક્કરે જણાવેલ કે આજુબાજુના તમામ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ આવ્યા છે, જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે કે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ તમામ જિલ્લાઓ અને રાજ્યમાંથી આવતા જતા વાહનો અને માણસોને જિલ્લામાં પ્રવેશ ઉપર પાબંધી લગાવવામાં આવેલ છે   માત્રને માત્ર શાકભાજી અને દુધની ગાડીઓને જ અવર જવર કરવા દેવામાં આવશે અને તે માટે પોલીસને કડક સુચના
આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News