થરામાં રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ચાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 14:42:06
  • Views : 496
  • Modified Date : 2019-12-23 14:42:06


રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નેશનલ મેઇન્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના-૨૦૧૯ અંતર્ગત ગઇકાલે તા.૨૨/૧૨/૨૦૧૯ ના કાંકરેજ તાલુકાના વહેપારીમથક થરામાં આવેલ ઓગડ વિદ્યામંદિર, થરામાં ૨-યુનિટ અને વિનય વિદ્યામંદિર, થરા ૨- યુનિટ એમ કુલ ૧૦૬૭ પરીક્ષાર્થીઓએ એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કુમાર-કન્યાઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. ઓગડ વિદ્યામંદિર થરા યુનિટ-૧માં ૩૦૦, યુનિટ-૨માં ૩૦૦, વિનય વિદ્યામંદિર થરા યુનિટ-૧માં ૩૦૦, યુનિટ-૨માં ૧૭૧ એમ કુલ ૧૦૬૭  નાંધાયા હતા. તે પૈકી ઓગડ વિદ્યામંદિરમાં હાજર યુનિટ-૧માં ૨૯૩, યુનિટ-૨માં ૨૮૬ અને ગેરહાજર યુનિટ-૧માં ૭, યુનિટ-૨માં ૧૪ જયારે વિનયવિદ્યામંદિર હાજર યુનિટ-૧માં ૨૯૨, યુનિટ-૨માં ૧૬૯ ગેરહાજર યુનિટ-૧માં ૮, યુનિટ-૨માં ૨ ગેરહાજર રહેલ. પરીક્ષા સંચાલનમાં ઓગડ વિદ્યામંદિર થરા યુનિટ-૧ અશોકભાઇ વાલાણી, યશપાલસિંહ ટી. વાઘેલા, યુનિટ-૨માં હિમાંશુભાઈ શાહ, જે.એલ. સોનારા, વિનય વિદ્યામંદિર યુનિટ-૧માં ઇશ્વરભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, યુનિટ-૨માં એમ.ડી. પટેલ, નરેશભાઈ પટેલ, વર્ગખંડ નિરીક્ષકો-૩૬,૪- રીલીવર સહિત સ્ટાફે ઉમદા કામગીરી કરેલ.


Download Our B K News Today App



Related News