અંબાજી મંદિરના ગેટ પર બોર્ડ લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:51:25
  • Views : 298
  • Modified Date : 2021-03-24 11:51:25

દેશના ૫૧ શક્તિપીઠમાં અંબાજી આદ્યશક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે, આ મંદિરમા માં અંબાના વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી મંદિર ખાતે ભક્તો દેશભર અને વિશ્વના ખૂણે ખૂણાથી આવે છે. કેટલાંક ભક્તો ભારતીય સંસ્કૃતીના વસ્ત્રો
પહેરીને આવે છે તો કેટલાક ભક્તો શોર્ટ અને વેસ્ટર્ન લુકના વસ્ત્રો પહેરીને આવે છે.  આ બાબતની ગંભીરતા જાેઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તો
પર મંદિર પ્રવેશ માટે પ્રતિબંધ મુક્યો છે અને આવા ભક્તોને મંદિરમાં પ્રવેશ કરવો હોય તો તેમને ભારતીય વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તેમ વહીવટદારે જણાવ્યું હતું. તાજેતરમાં શામળાજી મંદિર ટ્રસ્ટ તરફથી ટૂંકા વસ્ત્રો પહેરીને ભક્તોને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ટૂંકા વસ્ત્રો
પહેરીને આવતા ભક્તો માટે મંદિરના તમામ ગેટ પર ભક્તો જાેઈ શકે તેવા બોર્ડ લગાવ્યા છે. આ ર્નિણયથી ધર્મપ્રેમી જનતામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News