સુરતમાં માથાભારે બુટલેગરોએ મધરાત્રે મસ્જિદના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:37:10
  • Views : 387
  • Modified Date : 2020-10-02 12:37:10

    શહેરની નાનપુરા માર્કેટમાં વરલી મટકા અને જુગારની ક્લબ ચલાવતા માથાભારે બુટલેગરોએ ગુરુવારની મધરાત્રે મસ્જિદના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે હુમલા પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી. ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પોલીસે તપાસ હાથ ધરી
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઈસમ ને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ મા લઈ જવાયા હતા. એટલું જ નહીં પણ પરિવારજનોએ જીવ બચાવવા પોલીસ કમિશનર અજય તોમરને ફોન કરતા પોલીસ દોડતી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં શાકા ફેમિલીના ગુડ્ડુ શાખા, સાજીદ શાખા, ફજલ શાખા, રિઝવાન શાખા, જાવેદ કાલુ, પરવેશ શાખા, જુનેદ શાખા અને બીજા માથાભારે ઇસમો એ હુમલો કર્યો હોવાની વાત બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News