ડીસા તાલુકાના જુનાડીસા ગામે પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-21 11:04:40
  • Views : 230
  • Modified Date : 2022-06-21 11:04:40

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલ કુમકુમ કોલ્ડ સ્ટોરેજ ખાતે ડીસાવળ પ્રજાપતી સમાજ વિકાસ મંડળ દ્વારા ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં દરેક સમાજના દીકરા દીકરીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે દરેક સમાજના આગેવાનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ભણતરમાં દરેક બાળકો આગળ વધતી પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરે તે માટે ખાસ દર વર્ષે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે

જૂનાડીસા કુમ કુમ કોલ્ડ સ્ટોરેજ* ખાતે શ્રી ડીસાવળ પ્રજાપતી સમાજ વિકાસ મંડળ, દ્વારા ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ સમગ્ર કાર્યક્રમ માનનીય રાજ્યસભા સાંસદ  દિનેશભાઈ અનાવાડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ ઓઝા, મંત્રી કાંતિભાઈ કંબોયા ,અમૃતભાઈ કંબોયા,ડાહ્યાભાઈ ઓઢવીયા,શિક્ષણ કંવિનર રમેશભાઈ અનાવાડિયા, ખજાનચી માવજીભાઈ  તથા વિકાસ મંડળના હોદ્દેદારો, સમાજના આગેવાનો તેમજ યુવાનો અને બાળકો વિશાળ સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને દિનેશભાઈ અનાવાડિયા ના હસ્તે જૂનાડીસા ના બાળકોને તથા દરેક ગામના લોકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા કરમશીભાઈ અને મહેન્દ્રભાઈ ખુબજ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન કનુભાઈ રાજપુરિયાએ કર્યું હતું.

Download Our B K News Today App



Related News