ડીસામાં કચ્છ સમાજ પ્રજાપતી દ્વારા સમાજના અભ્યાસ કરતા બાળકોને ચોપડા વિતરણ કરાયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-13 12:51:42
  • Views : 198
  • Modified Date : 2022-06-13 12:51:42


 આજના સમયમાં વિદ્યાર્થીઓ ભણતરમાં આગળ વધે તે માટે દરેક સમાજ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે અનેક લોકો દ્વારા તેમને મદદ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે ડીસાના કચ્છી કોલોની ખાતે આવેલ શ્રી કચ્છ પ્રજાપતિ સમાજની વાડી ખાતે દાતા શ્રી દવરા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષામાં સારો નંબર મેળવીને પાસ થયેલા તમામ બાળકોને વિના મૂલ્ય નોટબુક-અને ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બાળકો વાલીઓ સાથે સમાજની વાડી એ આવીને નોટબુક તેમજ ચોપડા  વિના મૂલ્ય લઈ જઈ રહ્યા છીએ ત્યારે ત્યાંના સમાજનીના આગેવાનો જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષે શાળા બંધ હોવાના કારણે શિક્ષણ બંધ હોઈ વિધાર્થીઓ ચોપડા વિતરણ કરવામાં નતું આવતું ત્યારે હવે તાજેતરમાં  યોજાયેલી પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થયેલા દરેક વિધાર્થીઓને સમાજ તરફથી નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં 5 હજાર થી વધુ નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં આવશે


Download Our B K News Today App



Related News