મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું, 100 કરોડની વસુલીનો આરોપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 15:04:17
  • Views : 261
  • Modified Date : 2021-04-05 15:04:17

    મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પર 100 કરોડની વસુલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિણામે અત્યારે મહારાષ્ટ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે.

    મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે CBIને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપ નાના નથી અને રાજ્યના ગૃહ મંત્રી પર છે, એટલા માટે પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી. કોર્ટે આ આદેશ ડો. જયશ્રી લક્ષ્મણરાવ પાટિલે કરેલી જાહેરહિતની અરજી બાબતે આપ્યો હતો.પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. અરજીમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસ કરવાની માંગ કરી હતી. આ સાથે જ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પદથી ટ્રાન્સફર કરવાના આદેશને પણ પડકારવામાં આવ્યો છે. આ પહેલા અનિલ દેશમુખ સામે CBI તપાસની માંગ અંગે પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવતા સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.

    હાઈકોર્ટે આ પહેલા જયશ્રીને તેમની અરજી બાબતે ફટકાર લગાવી હતી. જસ્ટિસ એસ એસ શિંદેની બેન્ચે કહ્યું હતું કે, અમને લાગે છે કે આ પ્રકારની અરજી સસ્તા પ્રચાર માટે કરવામાં આવે છે. આપ કહો છો કે તમે ગુનાહિતશાસ્ત્રમાં ડોકટરેટ છો, પરંતુ આપની તરફથી ડ્રાફ્ટ કરેલ એક પણ પેરેગ્રાફ અમને બતાવો.

    આપની સમગ્ર અરજી એક પત્ર (પરમબીર સિંહે CMને લખેલ પત્ર)થી નીકળેલા પેરેગ્રાફ પર આધારિત છે. આમાં તમારી મૂળ માંગ ક્યાં છે? તમારા મુદ્દા ક્યાં છે? ' આ અંગે એડવોકેટ પાટીલે જણાવ્યું હતું કે પહેલા પોલીસ પાસે ફરિયાદ લઈને ગયા હતા, પરંતુ ત્યાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પરમબીરસિંહને ફટકાર લગાવતા કહ્યું હતુ, 'તમે કોઈ સામાન્ય માણસ નથી. ખોટા કાર્ય સામે ફરિયાદ નોંધાવવી તે તમારી જવાબદારી હતી. એ જાણ્યા છતાં કે તમારા 'બોસ' તરફથી ગુનો કરવામાં આવી રહ્યો છે, તમે ચૂપ રહ્યા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે પોલીસમાં ફરિયાદ નોંધ્યા વગર CBI તપાસનો આદેશ કેવી રીતે આપી શકાય છે?. કોર્ટે પૂછ્યું કે તમે ગૃહ મંત્રી સામે પોલીસમાં ફરિયાદ કેમ નોંધાવી નહીં? જો ફરિયાદ નોંધાઈ ન હોત તો તમે મેજિસ્ટ્રેટ પાસે ગયા હોત, તમે હાઇકોર્ટને મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદલી શકતા નથી.'

    પરમબીર સિંહનું કહેવું છે કે ગૃહ મંત્રી દેશમુખે સસ્પેંડેડ API સચિન વઝેને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. પરમબીર સિંહનો દાવો હતો કે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ આ વાત જણાવી હતી, પરંતુ કેટલાક દિવસ બાદ જ તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. પરમબીરે પોતાના ટ્રાન્સફરના આદેશને પણ પડકાર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રાન્સફર-પોસ્ટિંગ પર અધિકારી રશ્મિ શુક્લાના રિપોર્ટની તપાસ કરવી જોઈએ.

    પરમબીર સિંહનો દાવો છે કે ગૃહ મંત્રી દેશમુખ સચિન વઝેની સાથે પોતાના બંગલા પર સતત બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન 100 કરોડ કલેક્શનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરમબીરે દેશમુખના બંગલાના CCTVફૂટેજની તપાસ કરવાની માંગ પણ કરી છે.

Download Our B K News Today App



Related News