અક્ષય કુમારના સપોર્ટમાં આવ્યો બોલિવૂડનો 'સિંઘમ', ટ્રોલર્સ અજય દેવગણને પણ કરી ચુક્યા છે ટ્રોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 14:32:20
  • Views : 326
  • Modified Date : 2022-04-22 14:32:20

 

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સતત ચર્ચામાં

તમાકુ બ્રાન્ડને એન્ડર્સ કરવા બદલ અક્ષય થયો ટ્રોલ 

હવે અજય દેવગન આવ્યો સપોર્ટમાં 

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સતત ચર્ચામાં છે. એક જાહેરાત કરવા માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી. અક્ષયે તાજેતરમાં વિમલ એલચીના ઉત્પાદનોની જાહેરાત કરી હતી. જે બાદ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. 

ટ્રોલ થયા બાદ અક્ષયે માંગી ફેન્સની માફી 
ટ્રોલ થયા બાદ અક્ષયે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માફી માંગી હતી. હવે અજય દેવગન અક્ષય કુમારના સમર્થનમાં સામે આવ્યો છે. અજયે એક ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારની એડ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય લેવા માટે મેચ્યોર છે.

 

અક્ષયના સપોર્ટમાં આવ્યો અજય દેવગન 
અજય દેવગન અને અક્ષય કુમાર ઘણા સારા મિત્રો છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. અજયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'હું તેના પર કમેન્ટ નથી કરવા માંગતો. પરંતુ હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જ્યારે તમે કોઈ બ્રાન્ડને એન્ડર્સ કરો છો તો તે તમારી વ્યક્તિગત પસંદગી છે. દરેક વ્યક્તિ પોતાનો નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે.

અજય દેવગને વધુમાં કહ્યું કે, 'કેટલાક ઉત્પાદનો એવા છે જે હાનિકારક છે અને કેટલાક નથી. હું તેનું નામ લીધા વિના આ કહેવા માંગું છું કારણ કે હું તેને પ્રમોટ કરવા માંગતો નથી. હું ઈલાઈચીને પ્રમોટ કરી રહ્યો છું. મને લાગે છે કે જો કોઈ વસ્તુ હાનિકારક હોય તો તેને વેચવી ન જોઈએ.'

 

તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે મારા બધા ફેન્સ અને શુભચિંતકોની હું માફી માંગવા ઈચ્છું છું, થોડા દિવસોથી તમારી પ્રતિક્રિયાઓએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો છે. જોકે મેં ક્યારેય તમાકુને એન્ડોર્સ કર્યું નથી કે ન આગળ કરીશ. વિમલ ઈલાયચી સાથે મારા એસોસિએશન બાદ તમારી ભાવનાઓની હું કદર કરું છું. આ માટે વિનમ્રતા સાથે હું પોતાના ડગલા પાછા ખેંચું છું. 

તેમણે આગળ લખ્યું છે કે મેં આ નિર્ણય કર્યો છે કે હું આ એન્ડોર્સમેન્ટની ફીસ કોઈ નેક કામ માટે વાપરીશ. જોકે બ્રાન્ડ આગળ પણ આ એડને એર કરતી રહેશે, જ્યાં સુધી મારા કોન્ટ્રેક્ટની લીગલ સીમા પૂરી ન થઇ જાય, પરંતુ હું તમને વચન આપું છું કે હું સમજી વિચારીને પોતાના આગળના વિકલ્પો પસંદ કરીશ અને તેનાં બદલામાં હું તમારો પ્રેમ અને શુભકામનાઓ ઈચ્છું છું. 

 

 

Download Our B K News Today App



Related News