બૉલીવુડ ખેલાડી અક્ષય કુમારને થયો કોરોના, ટ્વિટ કરીને આપી માહિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 13:04:35
  • Views : 309
  • Modified Date : 2022-05-15 13:04:35

 

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર કોરોના પોઝિટિવ થયા છે. જેની માહિતી તેમણે પોતે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ફેન્સને આપી છે. સૌ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા છે.
અક્ષય કુમાર 
કોરોના પોઝિટિવ આવવાના કારણે વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં તેઓ ભાગ નહીં લઇ શકે

અક્ષય કુમારે ટ્વિટ કરીને લખ્યું કે, ઇન્ડિયન પવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં હું પોતાના સિનેમાને આગળ વધારવા માટે ઘણો ઉત્સુક હતો, પરંતુ હું હવે નહીં કરી શકું, કારણ કે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું આરામ કરીશ. ખુબ સારી વિશેજ તમને અને તમારી ટીમને અનુરાગ ઠાકુર. હું ખુદ ત્યાં હોવાનું બહુ મિસ કરીશ.

ગત વર્ષ પણ અક્ષય કુમારને થયો હતો કોરોના

બૉલીવુડના એક્ટર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વ્યસ્ત એક્ટર્સમાંથી એક છે. બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર  અગાઉ 4 એપ્રિલ 2021ના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. પ્રથમ વખત તેઓ થોડા દિવસોમાં કોરોના નેગેટિવ આવી ચૂક્યા હતા.

 

 

Download Our B K News Today App



Related News