બોલિવુડની 'ક્વીન' જોવા મળી 600 રૂપિયાની સાડીમાં અને 2 લાખના પર્સ સાથે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 17:49:48
  • Views : 818
  • Modified Date : 2019-08-19 17:49:48

કંગના ઇન્ડસ્ટ્રીના શાનદાર એક્ટ્રેસીસમાંથી એક છે, પરંતુ તેની સ્ટાઇલથી તે ચર્ચામાં રહે છે. કંગના પોતાના એથનિક ફેશન ચોઇસને લઇને ચર્ચામાં રહેતી હોય છે. કંગનાને ઘણી વખત એરપોર્ટ પર સાડીમાં જોવા મળે છે.તાજેતરમાં જ કંઇ આવુ જોવા મળ્યુ, પરંતુ આ વખતે તેની સાડીની કિંમત જાણીને તમે પણ ચોંકી જશે. કંગના જયપુર જઇ રહી હતી, આ વચ્ચે તેની એરપોર્ટ પરની કેટલીક ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા. કંગના એક સુંદર કૉટન સાડીમાં જોવા મળી રહી હતી. આ સાડીની કિંમત માત્ર 600 રૂપિયા છે, આ અંગેની જાણકારી કંગનાની બહેન રંગોલી ચંદેલે આપી છે. રંગોલીએ કંગનાના ફોટોની સાથે ટ્વીટ કર્યુ કે, ''જયપુર જતા દરમિયાન કંગનાએ કોલકાતાથી ખરીદેલી 600 રૂપિયાની સાડી પહેરી છે. આ જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ એટલુ સારુ ઓર્ગેનિક કોટલ આ કિંમતમાં મળી શકે છે. આ બહુ હાર્ટ બ્રેકિંગ છે કે લોકો આટલી મહેનત કરીને પણ તેના બદલે આટલુ જ કમાઇ શકે છે.'' આ સાથે રંગોલીએ મેસેજ આપ્યો કે, તમામ લોકો દેશી હેન્ડલૂમમાંથી કપડા ખરીદવા જોઇએ જેથી તેમને રોજીરોટી મળી રહે.કંગનાએ સાડી સાથે કાળા રંગનો Givenchy trench કોર્ટ પહેર્યો હતો. હાથમાં પ્રાડાનું લગભગ 2 લાખ રૂપિયાની બેગ હતી. આ સાથે જ સનગ્લાસીસ અને હિલ્સમાં જોવા મળી. આ દરમિયાન કંગનાએ મિનિલ મેકઅપ કર્યો હતો. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કંગના  અશ્વિની  અય્યર તિવારીની ફિલ્મ 'પંગા' માં જોવા મળશે, જેમાં તે કબડ્ડી પ્લેયરના રોલમાં છે. આ સિવાય તે 'ધાકડ' અને જયલલિતાની બાયોપિકમાં કામ કરશે. થોડા દિવસ પહેલા જ કંગનાની ફિલ્મ 'ધાકડ' નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યુ હતુ.


Download Our B K News Today App



Related News