બોલિવૂડના દિગ્ગજ કલાકારે દુનિયાને કહ્યું અલવિદા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-16 14:48:27
  • Views : 674
  • Modified Date : 2019-08-16 14:48:27

વિતેલા સમયની લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહાનું 71 વર્ષની ઉંમરે મુંબઇમાં નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમનું નિધન બપોરના 12 વાગ્યાની આસપાસ થયું હોવાની જાણકારી સામે આવી રહી છે.વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત, પતિ પત્ની ઔર વો, રજનીગંધા, મુક્તિ, તુમ્હારે લિયે, ઈન્કાર, સ્વયંવર, મગરૂર સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ કાવ્યાંજલિ, કૂબૂલ હૈં અને કુલ્ફી કુમાર બાજેવાલામાં પણ કામ કર્યું હતું

ઉલ્લેખનિય છે કે, વિદ્યાએ વર્ષ 2009માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે તેઓ ખુબ ચર્ચામાં આવી ગયા હતાં. તેમણે તેમના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કેસ જીતી ગયા બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.

Download Our B K News Today App



Related News