ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વાહનોને નુકસાન પહોંચ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 16:08:49
  • Views : 577
  • Modified Date : 2020-10-31 16:08:49

              વડોદરાથી અમદાવાદના હાઈવે પર રોડનું નિરીક્ષણ કરી રહેલા વાહનોના કાફલાને પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરોના ચાલકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે બોલેરો કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મધ્યપ્રદેશના રહેવાથી દુર્ગેશ ચૌહાણ ખાનગી કંપનીમાં હાઈવે એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને તેઓની સાઇટ નડિયાદ ખાતે ચાલુ હોય તેઓ નિરીક્ષણ અર્થે આવ્યા હતા. દરમિયાન ગઇકાલે તેઓ અન્ય સાથીદાર એન્જિનિયર અને બે ડ્રાઇવર સાથે રોડ ટેસ્ટિંગ માટે નીકળ્યા હતા અને વડોદરાથી અમદાવાદના રોડ પર ટેસ્ટિંગ શરુ કર્યું હતું. આ દરમિયાન તેઓના વાહનોના કાફલામાં સૌથી આગળ ટેસ્ટીંગ મશીન હતું તેની પાછળ ઈનોવા કાર હતી અને તેની પાછળ બોલેરો ગાડીમાં ઝંડા વળે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન અચાનક એક બોલેરો પીકઅપ ગાડી પૂરપાટ ઝડપે ધસી આવતા પેટ્રોલિંગ કરી રહેલી છેલ્લી ગાડીને જોરદાર ટક્કર મારી હતી.કાફલાની ત્રણેય આંગળીઓ એકબીજા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય વાહનોને નુકશાની પહોંચી હતી. આ અકસ્માતમાં પેટ્રોલિંગ વાહનમાં બેસેલા ડ્રાઇવર પ્રવિણ ચૌહાણ, અલર્ક પટેલ તથા આકાશ પટેલ ને નાની વત્તી ઈજાઓ પહોંચી હતી. જ્યારે બોલેરો પીકપ ના ડ્રાઈવર તથા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઘવાયેલા પાંચેય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે એન્જિનિયરે વડોદરા તાલુકા પોલીસ મથકે અજાણ્યા બોલેરો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News