ડીસાના કાંટ નજીક થી બોલેરો ગાડી ની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 11:26:10
  • Views : 1092
  • Modified Date : 2022-05-16 11:26:10

 

 

ડીસા ના કાંટ નજીક લગ્ન પ્રસંગે આવેલા ભાખર ગામના ખેડૂત ની પાર્ક કરેલી બોલેરો જીપ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા આ મામલે જીપમાલિક દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

 

આ ફરિયાદ ની વિગતો અનુસાર ડીસા ના ભાખર ગામે રહેતા પરબતજી કપુરજી ઠાકોર કાંટ ખાતે પોતાના સગા ના ત્યાં લગ્ન પર્સગ હોઈ પોતાની બોલેરો ગાડી નમ્બર જી જે ૨૧ બી એફ ૦૭૧૧ કિંમત ૨,૮૦,૦૦૦ ની લઈ પરિવાર સાથે ત્યાં આવ્યા હતા અને પોતાની બોલેરો કાર રોડ સાઈડ પાર્ક કરી લગ્ન માં હાજરી આપવા ગયા હતા ને ત્યારબાદ લગ્ન પૂર્ણ થઈ જતા પરત પોતાની બોલેરો ગાડી પાર્ક કરી હતી ત્યાં આવતા પાર્ક કરેલી બોલેરો જીપ ત્યાં જોવા ના મળતા આસપાસ ના શોધખોળ કરી હતી પરંતુ આ બોલેરો જીપ નો પતો લાગેલ નહિ જેથી તેમને તેમની  બોલેરો ચોરી થયા નું ધ્યાને આવતા આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે ૨,૮૦,૦૦૦ ની બોલેરો જીપ ની ચોરી ની ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી છે..

Download Our B K News Today App



Related News