ખંભાતની સોખડા GIDCની ટેકનીકેમ કંપનીમાં ફાટ્યું બોઈલર

  • Published By :
  • Published Date : 2022-09-11 12:19:14
  • Views : 265
  • Modified Date : 2022-09-11 12:23:40

સોખડા GIDCમાં ટેકનીકેમ કંપનીમાં અચાનક જ બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ પ્રચંડ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ કંપની અને આજુબાજુના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક કર્મચારીઓ આગથી બચવા માટે કંપનીની અંદર જ સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા.

આ અંગંની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ પણ ગણતરીની મિનિટોમાં બનાવસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની સાથે-સાથે કંપનીમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 6 જેટલા કામદારો દાઝ્યા છે. તેઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ગતમોડી રાત્રે સુરતની સચિન જીઆઇડીસીની અનુપમા કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે દાઝી ગયેલા 4 જેટલા કામદારોને નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે 10 કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાઈ હતી. 

અનુપમા કોકોકોલા રસાયણ ફેક્ટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતા ફાયરના 25 વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ લેવાની સાથે સાથે ફસાયેલાઓને રેસક્યુ કરવાની કામગીરી કરાઈ હતી.

 

 

Download Our B K News Today App



Related News