સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-17 15:35:55
  • Views : 102
  • Modified Date : 2023-06-17 15:35:55

સુરતમાં ફરી એક વાર બોઇલર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરતમાં સચિન હોજીવાળામાં બોઇલર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.સવારે 9 કલાકે સુરતના સચિન હોજીવાળા વિસ્તારમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ધડાકાનો મોટો અવાજ આવ્યો હતો. જેના પગલે અફરા તફરી મચી ગઇ હતી અને લોકો એકઠા થઇ ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. મૃતકનું નામ પપ્પુ સફાઈ લાલ યાદવ અને તેની ઊંમર 25 વર્ષ  હોવાની માહિતી મળી છે.તો બ્લાસ્ટની આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી છે.  બ્લાસ્ટની ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. જે પછી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ ઘટના  હોજીવાળામાં આવેલી લવકુશ યાન નામની કંપનીમાં બની હોવાની માહિતી છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે  તપાસ શરૂ કરી છે.બીજી તરફ વડોદરાના ન્યુ સમા પાસે એક મકાનમાં બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. ન્યુ સમા પાસે વિજયરાજનગરમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસનો બાટલો ફાટી ગયો હતો. જે બાદ ઘરમાં આગ લાગી ગઇ.  આગની ઘટનામાં ઘરમાં ઘરવખરી સહિત મકાનને નુકસાન પહોંચ્યું. સદનસીબે ઘટનામાં કોઇ પણ જાનહાનિ નથી થઇ. મકાનમાં રહેલા 8 લોકોનો આબાદ બચાવ થયો છે. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે મકાનમાં પાણીનો મારો ચલાવીને લાગેલી આગ પર કાબૂ મેળવ્યો.

Download Our B K News Today App



Related News