સરહદી વિસ્તારના ગામડાઓમાં બોગસ ડોકટરો ઉપર તંત્રની તવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 15:02:07
  • Views : 988
  • Modified Date : 2020-02-05 15:02:07

 સરહદી વિસ્તારના ગામડાઓમાં બોગસ ડોકટરો ઉપર તંત્રની તવાઇબનાસકાંઠા જિલ્લાના જિલ્લા  આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડોકટરો સામે કડક કાર્યવાહી કરવા તમામ તાલુકા હેલ્થ ઓફિસરોને આદેશ કરતાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ સરહદી વિસ્તારમાં બોગસ ડોકટરો પર તવાઈ બોલાવતા ગામડાઓમાં બેસી પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરો ગાયબ થઈ ગયા હતા. વાવના આછુંવા મેડીકલ ઓફિસર કિશનસિંહ ચૌહાણ  અને  શૈલેષ ચૌધરી  દ્વારા વાવના ચોથાનેસડા અને ચોટીલ ગામે બોગસ ડોકટરોની હાટડીઓ ઉપર રેડ કરતા બોગસ ડોકટર રેડ પડે તેના પહેલાં રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે મેડીકલ ઓફિસરે બન્ને હાટડીઓ બંધ કરવાની નોટિસ આપી હતી. સાથે ગામલોકો સાથે ચર્ચા પણ કરી હતી કે  કોઈ જગ્યાએ બોગસ ડોકટર દેખાય તો જાણ કરવા પણ ગામ લોકોને આહવાન કર્યુ હતુ. 


Download Our B K News Today App



Related News