સરહદી વિસ્તાર નર્મદા કેનાલમાંથી વધુ એક યુવકની લાશ મળી આવતા ચકચાર : પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-03 11:57:44
  • Views : 182
  • Modified Date : 2021-12-03 11:57:44

સરહદી વિસ્તારની નર્મદા નહેરમાંથી લાશ મળવાનો સિલસિલો અટકવાનું નામ જ લેતું નથી.. અને પાણીની કેનાલ જાણે મોતની કેનાલ બની જ્ઞી હોય તેવું લાગી રહ્યું છે..લોકો અગમ્ય કારણોસર કે પછી જૂની અદાવતમાં કે પ્રેમ પ્રકરણમાં નહેરમાં કૂદીને પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આજે વધુ એક લાશ થરાદની નર્મદા નહેરમાંથી મળી આવી હતી.. બનાસકાંઠાના વાવના યુવકે અગમ્ય કારણોસર થરાદની નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું..બનાવની વિગતો જોઇયે તો વાવના પ્લોટવિસ્તારમાં રહેતો ઇશ્વરભાઇ ઉર્ફે વિક્રમભાઇ સાંજના છ વાગ્યાના સુમારે ભાખરી ગામે પૈસાની ઉઘરાણીએ જવાનું કહીને નિકળ્યો હતો અને જઈને નર્મદાની મુખ્ય નહેરમાં પડ્યો હતો. આ અંગે કોઇ રાહદારીએ ફોન કરતાં પરિવારજનો કેનાલ પર જઇને નગરપાલિકાના તરવૈયાને લઇને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભાળ ના મળતાં બીજા દિવસે સવારે 22 વર્ષીય યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પિતા આયદાનભાઇ હેમરાજભાઇ બારોટે થરાદ પોલીસ મથકમાં જાણ કરી હતી. થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને લઇને આજુબાજુના પંથકમાં ચકચારની લાગણી પ્રસરવા પામી હતી.

Download Our B K News Today App



Related News