ભારે પવનના કારણે દરિયાકાંઠે લંગારવામાં આવેલી હોડીઓના ટુકડે ટુકડા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-16 14:58:27
  • Views : 112
  • Modified Date : 2023-06-16 14:58:27

બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યમાં ભારે નુકસાન થયું છે. જેમાં ઓખાના દરિયાકાંઠે લંગારવામાં આવેલી હોડીઓને ભારે નુકસાન થયું છે. તેજ ગતિએ ફૂંકાવવામાં આવેલા પવનના કારણે હોડીને નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાના વિનાશની નિશાનીઓ હવે ધીમે ધીમે જોવા મળી રહી છે. ભારે પવનના કારણે દરિયાકિનારે લંગારવામાં આવેલી તમામ હોડીઓના ટુકડે ટુકડા થઈ ગયેલા જોવા મળી રહ્યા છે.તો આ તરફ જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આવેલી વાડી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાલુકાના ખાનકોટડા,બાગા,બેરાજા ,ધૂળશિયા, ઘુતારપર સહિત અનેક ગામોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવનના લીધે અનેક થાંભલા પડી ગયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે પવનના લીધે અનેક વિજપોલ અને વાયર તૂટી ગયાના દ્રશ્ય સામે આવ્યા છે. વિજપોલ તૂટવાના સમાચાર મળતા જ કાલાવડ PGVCLની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં જવા રવાના થયા છે. PGVCLની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News