ડીસાની SCW સ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરની અધ્યક્ષતામાં સંચાલક મંડળની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 10:32:06
  • Views : 212
  • Modified Date : 2022-06-15 10:32:06

ડીસાની SCW સ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરની અધ્યક્ષતામાં સંચાલક મંડળની બેઠક યોજાઇ

 

ડીસા ખાતે કાર્યરત SCW સ્કૂલ ખાતે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ની અધ્યક્ષતામાં સંચાલક મંડળની બેઠકનું આયોજન કરવામાં આવે તો આ બેઠકમાં એ સી ડબલ્યુ સ્કૂલ શિક્ષણ આગળ વધે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરાઇ હતી.

 

ડીસા ખાતે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન SCW સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી આઝાદીના વર્ષો બાદ પણ આ સ્કુલમાં આજે વિદ્યાર્થીઓ અભ્યાસ લઇ રહ્યા છે પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષના કારણે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી હતી જેના કારણે ચાલુ વર્ષે લેવામાં આવેલી પરીક્ષાઓમાં એ સી ડબલ્યુ સ્કૂલ નું પરિણામ ઓછુ આવ્યું હતું જે પરિણામ ને ધ્યાને લઇ આજે ડીસા નગરપાલિકા સંચાલિત એ સી ડબલ્યુ સ્કૂલ ખાતે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ની અધ્યક્ષતા માં સંચાલન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શાળાના આચાર્યો અને સંચાલક મંડળના સભ્યો દ્વારા શિક્ષણ ક્ષેત્રે શાળાના વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે તે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો આ વર્ષે શાળાનું પરિણામ સારું લાવે તે હેતુથી શિક્ષકો અને સંચાલક ના સભ્યો દ્વારા ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ અગવડતા ન પડે તે માટે પણ પૂરતી વ્યવસ્થા પૂરી પાડવા માટે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં અન્ય શાળાઓ ની જેમ એ સી ડબલ્યુ સ્કૂલ નું પરિણામ પણ ઉંચુ આવે તે માટે ખાસ શિક્ષકોને સૂચનાઓ આપવામાં આવી હતી. આજે યોજાયેલ સંચાલન મંડળની બેઠકમાં નગર પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,મહેશ ભણસાલી, કિશોરભાઈ આસનની, શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢ, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ ઠાકોર, પાણી પુરવઠા મંત્રી અમિતભાઇ રાજગોર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન નયનાબેન પરમાર, રવિભાઈ ઠક્કર, ચંદ્રિકાબેન માજીરાણા શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News