ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ : કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવી પ્રવેશ અપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-16 12:53:16
  • Views : 302
  • Modified Date : 2021-07-16 12:53:16

    બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારી ના કેસોમાં સતત વધારો થતા તેમજ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ન આવે જેના ભાગરૂપે સરકાર દ્વારા તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું સતત બે વર્ષના સમયગાળામાં કોરોના મહામારીમાં શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાં ભારે હાલાકી પડી હતી.તેમજ હવે કોરોના મા સતત ઘટાડો થતા સરકાર દ્વારા શાળા ખોલવાનો નિર્ણય કર્યો છે.ત્યારે આજે ધોરણ 10 અને 12 ના રિપીટ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન આપવામાં  ન આવ્યું હતું.ત્યારે આજે આ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ  પરીક્ષા આપવા આવ્યા હતા.

    બનાસકાંઠા જિલ્લામાં આજે 10 અને 12 નો વિદ્યાર્થી ની પરીક્ષા 15 થી 28 તારીખ સુધી યોજાવાની છે.જેમાં  scc માં 31 કેન્દ્રો પર 126 બિલ્ડીંગ પર 25,258 વિદ્યાર્થી જ્યારે hsc સામાન્ય એક કેન્દ્ર પર 31 બિલ્ડીંગ માં 7,928 hsc વિજ્ઞાન પ્રવાહના 1 કેન્દ્ર પર 4 બિલ્ડીંગ પર 718 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.વિદ્યાર્થી માં કોરોના લક્ષણો જણાશે તો તેમની માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે આજે ડીસા ખાતે આવેલ આદર્શ હાઈ સ્કૂલ માં ધોરણ 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા.જેમાં શાળા ના સંચાલકો દ્વારા કોરોના ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

    આજથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ શરૂ થઈ હતી ચાર મહિના બાદ રીપીટર વિદ્યાર્થીઓ જ્યારે શાળા પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને સેનીટાઇઝર અને માસ્ક પહેરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ સરકાર પાસે માંગ કરી હતી કે કોરોનાવાયરસ ની મહામારીમાં જે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે તેમની સાથે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે આજે તમામ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ક્લાસ રૂમમાં પ્રવેશ મેળવી પરીક્ષા આપવાનું શરૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News