બ્લડની જરૂર પડે તો 100 નંબર ડાયલ કરવા પર બ્લડનીમદદ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 12:29:08
  • Views : 368
  • Modified Date : 2020-03-11 12:29:08

રાજ્યના અમદાવાદમાં કોઇપણ નાગરિકને બ્લડની જરૂર પડે તો 100 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે.જેમાં અમદાવાદ પોલીસની મદદથી રેડક્રોસ સોસાયટી દ્વારા આ સુવિધા 11 માર્ચ શરૂ કરવામાં આવી રહી છે.સામાન્ય વ્યક્તિને તાત્કાલિક બ્લડ મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી. જેને ધ્યાનમાં લઈને સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.જેમાં સામાન્ય રીતે શહેરમાં કોઇ ઘટના ઘટે અથવા કોઇ મુશ્કેલીમાં હોય ત્યારે 100 નંબર ડાયલ કરી પોલીસને મદદ માંગવામાં આવે છે.ત્યારે હવે પોલીસનો આ હેલ્પલાઈન નંબર બ્લડ મેળવવામાં પણ મદદ કરશે. જેમાં કોઇપણ વ્યક્તિ કે જેને તાત્કાલિક બ્લડની જરૂર પડે તે 100 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકશે. જેમાં પોલીસ તે વ્યક્તિનો સંપર્ક રેડક્રોસ સોસાયટી સાથે કરાવશે. તેમજ ત્યારબાદ વ્યક્તિ પાસે જરૂરી ફોર્મ ભરાવી બ્લડ ઉપલબ્ધ કરાવશે. આમ આ સુવિધા 11 માર્ચથી અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાની ઉપસ્થિતીમાં રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. 

Download Our B K News Today App



Related News