વડગામના છાપીમાં પાલનપુર સિવિલના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:34:14
  • Views : 506
  • Modified Date : 2019-04-08 05:34:14



વડગામ તાલુકાના વેપારી મથક છાપીમાં પાલનપુર સિવિલના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં છાપીમાં આવેલા ટીપ ટોપ એન્જિનિયરિંગ દ્વારા ૩૫થી વધુ બ્લડની બોટલો એકઠી કરવામાં આવી હતી.
વડગામ તાલુકાના વેપારી મથક ગણાતા છાપી ટીપ ટોપ એન્જિનિયરિંગ આવેલું છે. જેના માલિક મેહુલ ભાઈ પ્રજાપતિએ ગરીબ દર્દીઓ માટે એક ઉમદા કાર્ય કર્યું છે. જેમાં મેહુલભાઈ પાલનપુર સિવિલમાં આવતા દર્દીઓને જ્યારે લોહીની જરૂર પડે છે. ત્યારે તેઓ એ ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. ત્યારે મેહુલભાઈ એ ગરીબ દર્દીઓ ના લાભાર્થે રવિવારે તેમના ટીપ ટોપ એન્જિનિયરિંગ કારખાના માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યુ હતું. જેમાં તેમના મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. અને આવેલા મહેમાનોએ બ્લડ આપતા આશરે આ કેમ્પમાં ૩૫ બોટલ કરતા વધુ બ્લડની બોટલો એકઠી થઈ હતી. આવેલા મહેમાનોએ આ મેહુલભાઈના ઉમદા કાર્યને આવકાર્ય હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન છાપી ટીપ ટોપ એન્જિનિયરિંગના માલિક મેહુલભાઈ પ્રજાપતિ અને તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News