ડીસામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 11:53:05
  • Views : 255
  • Modified Date : 2021-05-17 11:53:05

    રક્તદાન મહાદાન છે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને શિબિરમાં રક્ત દાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન આપવામાં આવે છે ડીસા તાલુકામાં પણ દર વર્ષે જરૂરિયાત મંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે અને યુવા સંગઠન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાન કેમ્પમાં યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરતા હોય છે. ડીસા ખાતે રકતદાન કેમ્પ સિવાય પણ યુવાનો દ્વારા દર વર્ષે હોસ્પિટલોમાં જરૂરિયાત મંદ લોકો ને રક્ત આપવામાં આવતું હોય છે આમ ડીસાના યુવાનો દ્વારા રક્તદાન આપી એક અનોખી સેવા કરવામાં આવી રહી છે.

 

- ડીસાની આદર્શ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો...

    હાલમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે રક્તની મોટી અછત સર્જાઇ રહી છે કારણકે કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા જે વેકશીન આપવામાં આવી રહી છે તે વેકશીન લીધા બાદ કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકતું નથી. જેના કારણે હાલમાં જરૂરિયાત મંદ લોકો ને રક્ત માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા ડીસાની આદર્શ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં સવારથી રક્તદાતાઓ રક્ત આપવા માટે ઉમટી પડ્યા હતા અને બપોર સુધીમાં ૫૦થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું હતું આમ જ્યારે પણ જરૂરિયાત મંદ લોકો ને રક્તની જરૂરિયાત હોય છે ત્યારે ડીસામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કરી એક અનોખી સેવા કરવામાં આવે છે.

 

ડીસાની અર્બુદા સ્કૂલ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ..

 

       ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે વર્ષ ૨૦૧૪થી સમર્પણ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં સમર્પણ ગ્રુપ દ્વારા સોથી પણ વધુ લોકો રક્તદાન કેમ્પમાં જોડાઈ રક્તદાન કર્યું હતું છેલ્લા આઠ વર્ષથી કાર્યરત ગ્રુપ દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં કોરોનાવાયરસ ની મહામારીમાં જે પ્રમાણે રક્તની અછત સર્જાઇ રહી છે તેને પહોંચી વળવા માટે આજે ડીસાની અર્બુદા સ્કૂલ ખાતે સમર્પણ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં સવારથી રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા અને એક દિવસમાં સોથી પણ વધુ રક્તદાતા હોય રક્તદાન કર્યું હતું જ્યારે પણ જરૂરિયાત મંદ લોકો ને રક્તની જરૂરીયાત પડતી હોય છે ત્યારે સમર્પણ ગ્રૂપના યુવાનો દ્વારા તાત્કાલિક ધોરણે રક્તદાન આપવામાં આવતું હોય છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે સમર્પણ ગ્રુપ દ્વારા રક્તદાન કરી એક અનોખી સેવા કરવામાં આવી રહી છે.

    ડીસાની અર્બુદા સ્કૂલ ખાતે આજે સમર્પણ યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં આમ તો દર વર્ષે યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરતા હોય છે પરંતુ હવે ધીમે ધીમે રક્તદાન કેમ્પમાં યુવતીઓ પણ જોડાઈ રહી છે આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ડીસાની ઠક્કર સમાજ ની યુવતીએ જરૂરિયાત મંદ લોકો ને રક્ત મળી રહે તે માટે પ્રથમવાર રક્તદાન કર્યું હતું વધુમાં તેણે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાવાયરસ ની મહામારીમાં જે પ્રમાણે લોકોને રક્તની જરૂરીયાત ઉભી થઇ રહી છે તે જોઈને આજે મેં રક્તદાન કર્યું છે લોકો પણ આવા રક્તદાન કેમ્પમાં જોડાઈ વધુમાં વધુ રક્તદાન કરે જેથી આવનારા સમયમાં જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્તદાન મળી રહે.

Download Our B K News Today App



Related News