સ્વ.રાજીવ ગાંધીની 77 જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 12:25:24
  • Views : 330
  • Modified Date : 2021-08-21 12:25:24

     20 ઓગસ્ટ ભારત રત્ન દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજરોજ અખિલ ભારતીય કોંગ્રેસ અને NSUI વિદ્યાર્થી આદેશ અનુસાર સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પાટણ જિલ્લા NSUI આયોજિત અને એચ.કે બ્લડ બેંકના સહયોગથી સ્વ.રાજીવ ગાંધીની 77 મી જન્મ જયંતી નિમિત્તે 77 બોટલ રક્ત એકઠું કરવાનો સંકલ્પ સાથે એચ.કે બ્લડ બેન્ક પાટણ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ, પ્રદેશ NSUI પ્રમુખ મહિપાલસિંહ ગઢવી, પાટણ જિલ્લા NSUI પ્રમુખ દાદુસિંહ ઠાકોર, પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ ગોઢી, ઉપપ્રમુખ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો તેમજ એચ.કે બ્લડ બેંકના આગેવાન વિશાલભાઈ ચૌધરી, અને રાજુભાઈ પટેલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News