ડીસા તાલુકાના જુના ડીસા ખાતે આવેલ કુમકુમ કોલ્ડ સ્ટોરેજ ખાતે રાજ્ય સભાના સાંસદની અધ્યક્ષતામાં રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 11:17:53
  • Views : 266
  • Modified Date : 2022-01-10 11:17:53

 

ડીસા તાલુકાના જુના ડીસા ખાતે આવેલ કુમકુમ કોલ્ડ સ્ટોરેજ ખાતે રાજ્ય સભાના સાંસદની અધ્યક્ષતામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન મહાદાન છે રક્તદાન થકી આજે મોટાભાગના લોકોની જિંદગી બચી રહી છે ખાસ કરીને આજે મોટાભાગની સેવાકીય સંસ્થાઓ દ્વારા ઠેરઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને સમયસર અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે તેવા હેતુથી દર વર્ષે રક્તદાન કેમ્પ યોજાતા હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરતા હોય છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલ કુમકુમ કોલ્ડ સ્ટોરેજ ખાતે પણ ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દરેક લોકો વધુમાં વધુ રક્તદાન કરી લોકોનું જીવન બચાવે એવું આહ્વાન કર્યું હતું રક્તદાન  કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને રક્તદાન કર્યું હતું.

Download Our B K News Today App



Related News