ડીસા સરસ્વતી સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-27 11:56:41
  • Views : 246
  • Modified Date : 2022-06-27 11:56:41

 

ડીસા શહેરની સરસ્વતી સ્કૂલ ખાતે રાવળ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાવળ સમાજના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

 

રક્તદાનએ મહાદાન છે. આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આવા રક્તદાન કેમ્પ થકી એકત્રિત થતું રક્ત આજે અનેક લોકોની જિંદગી બચાવી છે. જે અંતર્ગત આજે ડીસા શહેરની સરસ્વતી સ્કૂલ ખાતે પણ રાવળ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રાવળ સમાજના રક્તદાતા હોય રક્તદાન કર્યું હતું. ખાસ કરીને આજે રોજેરોજ અસંખ્ય લોકોને રક્તની જરૂરિયાત હોય છે તેવા સમયે લોકોને સરળતાથી રક્ત મળી શકે તેવા હેતુથી આજે રાવળ સમાજ દ્વારા ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ડીસા શહેરમાંથી રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News