ડીસાની આદર્શ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-13 12:55:11
  • Views : 205
  • Modified Date : 2022-06-13 12:55:11


રક્તદાન એ મહાદાન છે આજે જરૂરિયાત મંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે જીવિત સેવાકીય સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ડીસા તાલુકામાં હાલમાં રોજેરોજ અનેક લોકોને રકતની જરૂર હોય છે ત્યારે આવા સમયે તાત્કાલિક જરૂરિયાત મંદ લોકો ને રક્ત મળી રહે તે માટે આજે અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ બનાસકાંઠા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં બનાસકાંઠા જિલ્લામાંથી અનેક યુવાનો જોડાયા હતા અને લોકોની રક્તના કારણે જિંદગી બચી શકે તેવા આશયથી 151 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું આજના આ સમયમાં રોજે રોજ અસંખ્ય લોકોને રક્તની જરૂરિયાત પડતી હોય છે ત્યારે આવા સમયે તાત્કાલિક ધોરણે જરૂરિયાત મંદ લોકો ને રક્ત મળી રહે તે માટે ખાસ આ અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ બનાસકાંઠા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ડોક્ટર ઉમંગ સુથાર ડોક્ટર વિશાલ ચૌધરી ડીસા બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ ઠાકોર સહિત બનાસકાંઠા જિલ્લામાંથી અનેક લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાયા હતા અને સવારથી જ વધુમાં વધુ લોકો રક્તદાન કેમ્પમાં જોડાઈ અને રક્તદાન કરે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી આજે યોજાયેલા આ રક્તદાન કાર્યક્રમમાં આગામી સમયમાં લોકોએ રક્ત થકી  પોતાનું જીવન ગુમાવવાનો વારો ના આવે તેવા આશયથી વધુમાં વધુ યુવાનો રક્તદાન કરે તેવી પણ આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી હતી


Download Our B K News Today App



Related News