ડીસા ભણસાલી હોસ્પિટલ ને ૪૦ વર્ષ પૂર્ણ થતાં રક્તદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-24 11:06:16
  • Views : 215
  • Modified Date : 2022-06-24 11:06:16

 

રક્તદાનએ મહાદાન છે. આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આવા રક્તદાન કેમ્પ થકી એકત્રિત થતું રક્ત આજે અનેક લોકોની જિંદગી બચાવી છે ત્યારે ડીસા માં કાર્યરત ભણસાલી હોસ્પિટલ છેલ્લા ૪૦ વર્ષ થી ગરીબ અને જરૂરિયાતમદ દરદી માટે આશા નું કિરણ બની છે નજીવા દરે હોસ્પિટલ માં આવનાર  દર્દીઓ ને તમામ પ્રકારના  ઓપરેશન, દવાઓ, અને ભોજન ની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા પુરી પાડવામાં આવે છે જેના પગલે રાજસ્થાન, કચ્છ ,સહિત ના વિસ્તારો માં દર્દીઓ અહીં મોટી સનખ્યાં માં સારવાર અર્થે આવે છે ઉપરાંત હોસ્પિટલ માં વ્યસન મુક્તિ માટે પણ વિના મૂલ્યે  સારવાર અને સેવા આપવામાં આવે છે  ઉપરાંત  કુદરતી આફતો સમયે પણ ભનશાલી ટ્રસ્ટ હમેશા મદદરૂપ બને છે ત્યારે સતત સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલ ભણસાલી  હોસ્પિટલ ને સ્થાપના ને ૪૦ વર્ષ પૂર્ણ થતાં તે નિમિતે એક રક્તદાન કેમ્પ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું પ્રસંગે સમગ્ર હોસ્પિટલ નો સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને રક્તદાન કેમ્પ ને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News