સલ્લા ખાતે જય ભવાની ગ્રુપ બનાસકાંઠા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : કેમ્પમાં 151 બોટલ રક્ત એકત્ર કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 12:14:40
  • Views : 190
  • Modified Date : 2022-03-14 12:14:40

સલ્લા ખાતે જય ભવાની ગ્રુપ બનાસકાંઠા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : કેમ્પમાં 151 બોટલ રક્ત એકત્ર કરાયું

 

 

જય ભવાની ગ્રુપ બનાસકાંઠા આયોજિત રક્તદાન કેમ્પમાં 151 બોટલ રક્ત એકત્ર કરાયું

 

પાલનપુર તાલુકા ના સલ્લા ખાતે સલ્લા યુવા ઠાકોર સંગઠન અને જયભવાની ગ્રુપ બનાસકાંઠા - સેવા સમિતિ દ્વારા ત્રીજો રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ઠાકોર સમાજના નવનિયુક્ત સરપંચો અને નવનિયુક્ત સરકારી નોકરી મેળવનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

સમાજસેવા ના ઉદ્દેશ થી સેવાકીય પ્રવૃત્તિ કરતી જયભવાની ગ્રુપ બનાસકાંઠા ના યુવાનો દ્વારા ચોપડા વિતરણ,ધાબળા વિતરણ, સહિત   રક્તદાન જેવા કાર્યો કરવા માં આવી રહ્યા છે ત્યારે આજે  રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૧ બોટલ રક્ત એકત્ર કરવા ના સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર બ્લડ સમિતિ પ્રમુખ - શંભુજી મંગલજી ઠાકોર ગામ કુંભલમેર સૌ પ્રથમ રક્ત દાન કર્યું. જયારે સોરાબજી મશરુજી ઠાકોર સામઢી મોટાવાસ ઠાકોર સેના ગામ સમિતિ મંત્રી 51 મી વખત રક્તદાન કર્યું  હતુંદલપતજી બાબુજી ઠાકોર જિલ્લા મંત્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ૧૦૧ મી બોટલ રક્તદાન કરી રેકોર્ડ સર્જ્યો હતો રકતદાન કેમ્પ માં અંદાજે ૧૫૧ બોટલ રક્ત એકત્ર કરાયું હતું જેમાં તમામ યુવાનો અને ગ્રામ જનો નો વિશેષ સહયોગ મળ્યો હતો.

Download Our B K News Today App



Related News