ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો : 121 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:02:14
  • Views : 226
  • Modified Date : 2022-06-02 11:02:14

 

ડીસાના પૂર્વ ધારાસભ્ય અને લોકપ્રિય નેતા એવા ગોવાભાઇ દેસાઇનો આજે જન્મ દિવસ છે.. આજે ગોવાભાઇ દેસાઇના જન્મ દિવસ પ્રસંગે ગોવાભાઇ દેસાઇના સમર્થકો દ્વારા ડીસા સાઈબાબા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગોવાભાઇના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.. અને ગોવાભાઇના જન્મ દિવસ પ્રસંગે રક્તદાન કર્યું હતું.. ગોવાભાઇ દેસાઇ બે વખત ડીસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બંને ટર્મ દરમ્યાન ગોવાભાઇ દેસાઇ કોઈ વિવાદમાં ઘેરાયા નથી.. હંમેશા નાનામાં નાના માણસ સાથે ઘરોબો રાખતા ગોવાભાઇ દેસાઇ તમામ વર્ગોમાં લોકપ્રિય છે.. અને તેમની લોકપ્રિયતાની ગવાહી આજે તેમના જન્મ દિવસ પ્રસંગે રક્તદાન કરવા માટે આવેલા લોકોની હાજરી આપી રહી હતી.. આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી પણ ખાસ હજાર રહ્યા હતા.. આજે ગોવાભાઇ દેસાઇના સમર્થકોએ ૧૨૧ યુનિટ રક્તદાન કર્યું હતું અને ગોવાભાઇ દેસાઇને પોતાના રક્ત સાથે શુભેચ્ચે પાઠવી હતી..

Download Our B K News Today App



Related News